બ્રેકિંગ ન્યુઝ
VTV / agnipath recruitment scheme 20 percent of candidates will be women to form first batch of agniveers
Pravin
Last Updated: 03:51 PM, 5 July 2022
ADVERTISEMENT
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના માટે 20 ટકા ઉમેદવારો મહિલાઓ હશે. આ મહિલાઓથી જ અગ્નિવીરોની પ્રથમ બેંચ બનશે. તેમને ભારતીય નૈસેનાના અલગ અલગ ભાગમાં અને શાખાઓમાં મોકલવામાં આવશે. નૌસેનાના એક અધિકારીએ આ પ્રકારની જાણકારી આપી હતી. જણાવી દઈએ કે, અગ્નિપથ યોજનાની જાહેરાત ગત મહિને જૂથમાં કરવામાં આવી હતી. આ યોજનાનાથઈ માધ્યમથી ચાર વર્ષ માટે ત્રણેય સેનામાં નિમણૂંક કરવામાં આવશે.
અગ્નિપથ યોજનાને લઈને છોકરીઓમાં ખાસ્સો ઉત્સાહ
ADVERTISEMENT
અગ્નિપથ ભરતી યોજનાને ળઈને છોકરીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યોજનાની શરૂઆત થયા બાદ અત્યાર સુધીમાં છોકરીઓની 10 હજારથી વધારે અરજીઓ આવી ચુકી છે. ખાસ વાત એ છે કે, નૌસેનામાં પહેલી વાર સૈનિકો તરીકે મહિલાઓની ભરતી થઈ રહી છે. આ મહિલા નૌસૈનિકોને જહાજોમાં તૈનાત કરવામાં આવશે.
20% of candidates will be women to form the first batch of Agniveers for the #AgnipathRecruitmentScheme. They would be sent to different parts and branches of the Navy: Navy Officials
— ANI (@ANI) July 5, 2022
15 જૂલાઈથી 30 જૂલાઈ સુધી ચાલશે ઓનલાઈન પ્રક્રિયા
નૌસેના 15 જૂલાઈથી લઈને 30 જૂલાઈ સુધી અરજી પ્રક્રિયા ચલાવશે. આ વર્ષે નૌસેનામાં લગભગ ત્રણ હજાર મહિલા સૈનિકોની ભરતી થશે. જો કે , મહિલા અગ્નિવીરોની સંખ્યા કેટલી હશે, તેને લઈને હજૂ સુધી અંતિમ સ્વરૂપ સામે આવ્યું નથી.
આઈએનએસ ચિલ્કા પર થશે ટ્રેનિંગ
મહિલા નૌસૈનિકોને 21 નવેમ્બરથી ટ્રેનિંગ આપવામાં આવશે, જેના ભારતીય ભારતીય આઈએનએસ ચિલ્કા પર તૈયારીઓ થઈ રહી છે. નૌસેનાના અધિકારીઓનું કહેવુ છે કે, અગ્નિપથ યોજનામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. હાલના સમયમાં 30 મહિલા અધિકારી અગ્રિમ હરોળમાં તૈનાત છે. આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે નૌસેનાની તમામ વિંગમાં મહિલાઓની ભરતી કરવામાં આવશે અને તેમને અભિયાનમાં મોકલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.