બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / agneepath scheme ruckus in buxar army recruitment rules stone pelting on train

બિહારમાં બબાલ / અગ્નિપથ યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા યુવાનો, બક્સરમાં ટ્રેન પર કર્યો પથ્થરમારો

Pravin

Last Updated: 02:00 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેનામાં ભરતી માટે મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઈને બિહારમાં હોબાળો મચેલો છે. આ યોજનાના વિરોધમાં બક્સરમાં યુવાનોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો છે.

  • સેનામાં ભરતી માટે મોદી સરકાર લાવી છે અગ્નિપથ યોજના
  • આ યોજના અંતર્ગત 4 વર્ષ માટે ભરતી થશે
  • બિહારના યુવાનોએ કર્યો વિરોધ 

સેનામાં ભરતી માટે મોદી સરકારની અગ્નિપથ યોજનાને લઈને બિહારમાં હોબાળો મચેલો છે. આ યોજનાના વિરોધમાં બક્સરમાં યુવાનોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો છે. તો વળી મુઝફ્ફરપુરમાં પણ રસ્તા પર હોબાળાની વિગતો મળી રહી છે. કેટલીય જગ્યાએ ચક્કાજામ પણ કરવામાં આવ્યું છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ કો, સવારે લગભગ 9 વાગે મોટી સંખ્યામાં યુવાનો બક્સર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને ટ્રેક પર હોબાળો મચાવવા લાગ્યા હતા. જ્યાં તેમણે સરકાર વિરુદ્ધ ભારે નારાજગી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે શતાબ્દી એક્સપ્રેસ લગભગ એક કલાક મોડી પડી હતી. 

આ દરમિયાન અમુક યુવાનોએ પટના જઈ રહેલી પાટલિપુત્ર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. હાલમાં આરપીએફ રેલ્વે ટ્રેક ખાલી કરાવી રહ્યા છે. જીઆરપીએ પણ ઘટનાસ્થળે મોર્ચો સંભાળી રાખ્યો છે. નારાજ વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારની આ યોજના ખોટી છે. જેમાં ચાર વર્ષમાં નિવૃતિ આપી દેવામાં આવશે, તો પછી આગળ શું થશે ? 

નવી યોજના પર શા માટે સવાલો થઈ રહ્યા છે

ચાર વર્ષ પુરા થયા બાદ ભલે 25 ટકા અગ્નિવીરોને સ્થાયી કેડરમાં ભરતી કરી લેવામા આવે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે, દશમા અથવા બારમું કરીને અગ્નિવીર બનેલા 75 ટકા યુવાનો પાસે ચાર વર્ષ બાદ શું વિકલ્પ હશે ? ભલે સરકાર તેમને કદાચ 12 લાખ રૂપિયાની આસપાસ રકમ આપે ,પણ બીજી નોકરી અપાવામાં સરકાર પાસે કોઈ સ્કીમ છે ખરી ? 

સેનાની ભરતીના નવા નિયમ

- કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે સૈનિકોની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો
- ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ મુજબ સૈનિકોની ચાર વર્ષ માટે ફોર્સમાં ભરતી કરાશે
- જવાન નિવૃત થાય ત્યારે 10 લાખ આપવામાં આવશે
- ટૂર ઑફ ડ્યુટીને અગ્નિપથ જયારે સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે
- ત્રણેય પાંખોમાં દર વર્ષે 45થી 50 હજાર અગ્નિવીરની ભરતી કરાશે
- સેનામાં 6 મહિનાના કાર્યકાળમાં દર વર્ષે 2 વખત ભરતી કરાશે
- 17.5 વર્ષથી 21 વર્ષની વયના ઉમેદવારો નોકરી માટે કરી શકશે અરજી

સંકળાયેલા મુદ્દાઓ

agneepath scheme indian army indian army job protest Bihar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ