બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:01 PM, 2 February 2025
2025માં આખું સોશિયલ મીડિયા મહાકુંભથી ભર્યા ગયું છે. રોજ હજારો વીડિયો આવે છે. વિવિધ બાબાથી લઇને મોનાલિસા સુધી , આ બધા સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો હવે ના સાંભળ્યું હોય એવી ઘટના સામે આવી છે. એક એવી લવ સ્ટોરી જેની સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે આવું પણ થઇ શકે છે! આ લવ સ્ટોરી મહાકુંભમાં આવેલી રશિયન મહિલા અને અધોરી બાબાની છે. સોશિયલ મીડિયા પર એમની લવ સ્ટોરી ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયોમાં એક વ્યક્તિ યુવતીનો ઈન્ટરવ્યુ લેતો જોઈ શકાય છે. જેમાં તે રશિયન યુવતીને પૂછે છે કે શું તને હિંદુ ધર્મ ગમે છે અને આ ધર્મમાં તને શું ગમે છે. તેના જવાબમાં યુવતી કહે છે કે તે ભગવાન ગણેશની ભક્ત છે. તે જ સમયે, જ્યારે તે વ્યક્તિએ અઘોરી બાબાને પૂછ્યું કે શું તેણીએ તેની તપસ્યામાં વિક્ષેપ પાડ્યો છે, ત્યારે બાબા શરમાઈને હસવા લાગ્યા.
વીડિયોમાં રશિયન યુવતીએ જણાવ્યું કે તે અઘોરી બાબાના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે તે રશિયાથી આવીને ભારતમાં સ્થાયી થઈ ગઈ અને સનાતન ધર્મ અપનાવ્યો. રશિયન મહિલાએ પણ અઘોરી બાબા સાથે લગ્ન કર્યાની કબૂલાત કરી છે. વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે રશિયાની એક યુવતી મહાકુંભ મેળા માટે પ્રયાગરાજ પહોંચી ત્યારે તેની નજર આ અઘોરી બાબા પર પડી અને તેમની વચ્ચે પ્રેમના ફૂલ ખીલવા લાગ્યા. જ્યારે પ્રેમ ખીલ્યો, બંનેએ તરત જ લગ્ન કરી લીધા.
આ પણ વાંચો : છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, બીજાપુરમાં 8 નક્સલીઓ ઠાર
વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ રશિયન છોકરીના શરીર પર ટેટૂ છે અને તેણે પોતાની પીઠ પર ભગવાન ગણેશનું ટેટૂ પણ કરાવ્યું છે. તેણે નીચે કેટલાક મંત્રો પણ લખ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાની આ છોકરી મહા કુંભ મેળા માટે પ્રયાગરાજ આવી હતી અને તે સનાતન ધર્મથી એટલી પ્રેરિત થઈ ગઈ કે તેણે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. યુવતી અઘોરી બાબાને તેના પતિ કહે છે. હાલ આ યુવતી અને અઘોરી બાબાની આ લવસ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે .
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.