પ્રધાનમંત્રી મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદનો કેસ હવે છેક મહારાષ્ટ્ર પહોંચ્યો છે. ગુજરાત મુખ્ય ચૂંટણી અધિકારીએ ફરિયાદને મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના લાતુરનો કિસ્સો હોવાથી મહારાષ્ટ્ર ચૂંટણી અધિકારીને ફરિયાદ ટ્રાન્સફર કરાઇ છે.
મહત્વનું છે કે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ફર્સ્ટ વોટરને લઈને પીએમ મોદી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પીએમ મોદીએ કરેલી અપીલમાં સેનાના જવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ એરસ્ટ્રાઈક, પુલવામા હુમલો અને સેનાનો ઉલ્લેખ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ છે. જે મામલે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ હતું કે, પીએમ મોદી અને ભાજપે 2014માં પણ પાકિસ્તાનના નામે મત માગ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત પીએમ મોદી પાકિસ્તાનના નામે મત માગ્યા છે અને ભાજપે અફઝલ ગુરુને માનતી પાર્ટી PDP સાથે ગઠબંધન કર્યુ છે.
વધુમાં મોઢવાડિયાએ કહ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા શહીદ જવાનોના નામે મત માગવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતા પીએમ મોદી શહીદ જવાનોના નામે મત માગી રહ્યા છે. આચારસંહિતનુ ઉલ્લંઘન થતા તેમની સામે કાર્યવાહી થઈ જોઈએ અને પીએમ મોદીની ધરપકડ કરવાની પણ મોઢવાડિયાએ માગ કરી છે.
તો બીજી તરફ અર્જૂન મોઢવાડિયા સામે ચૂંટણીપંચમાં ફરિયાદ મામલે તેમણે જણાવ્યુ કે, PM મોદીનું અપમાન ભાજપે કર્યુ અને આરોપ મારી પર મુકવામાં આવ્યો છે. પીએમ મોદીને એટલુ જ કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધીમાંથી તેમણે કાંઈક શીખવુ જોઈએ.