બ્રેકિંગ ન્યુઝ
VTV / against caa 620 kilometre long human chain formed in kerala
Dharmishtha
Last Updated: 03:51 PM, 29 January 2020
ADVERTISEMENT
60થી 70 લાખ લોકો જોડાયા
ADVERTISEMENT
Hum Dekhenge in Malayalam and 620 kms of this in Kerala against CAA, NPR & NCR#KeralaHumanChain #KeralaRejectsCAA https://t.co/bXvziF08NI
— A Lenin (@AiyoSaar) January 26, 2020
એલડીએફે ઉત્તર કેરળનાં કાસર ગોડથી લઈ કાલિયક્કાવિલઈ સુધી માનવ શ્રૃંખલા બનાવી હતી. તિરુવનંતપુરમમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને સીપીઆઈ નેતા કનમ રાજેન્દ્રએ પણ ભાગ લીધો હતો. એલડીએફ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ માનવ શ્રૃંખલામાં 60થી 70 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ હ્યુમન ચેનમાં સાંજે લગભગ 4 વાગે બની અને આ દરમિયાન સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન પણ કરવામાં આવ્યું હતું.
સંવિધાનની રક્ષા માટે પ્રતિજ્ઞા લીધી
આ કાર્યક્રમમાં સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન કર્યા પછી સંવિધાનની રક્ષા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સાથે સાથે એવો દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર આને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. વરિષ્ઠ સીપીઆઈ(એમ)નેતા એસ રામચંદ્રન પિલ્લાઈ કાસરગોડમાં 620 કિમી લાંબી ચેઈનની પહેલી કડી હતા. જ્યારે કલિયાક્કવિલઈ પર એમએ બેબી છેલ્લી કડી બન્યા હતાં. તેની સાથે સાથે કેરળનાં કેટલાંય વરિષ્ઠ લોકો માનવ શ્રૃંખલામાં જોડાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.