બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફરીથી અમદાવાદના સ્કૂલવાન ચાલકોની મુશ્કેલીમાં થશે વધારો, 1 ઓગસ્ટથી તવાઈ શરૂ
Last Updated: 04:24 PM, 24 July 2024
રાજ્યમાં શાળાની શરૂઆત થતાની સાથે જ સ્કુલ વાન એસોસિએશન દ્વારા વાનની પરમિટ ન મળતી હોવાને કારણે બે દિવસ હડતાલ પાડીને વાલીઓને બાનમાં લિધા હતા જેમાં આરટીઓ દ્વારા 45 દિવસનો સમયગાળો આપ્યો હતો જેમાં 30 દિવસ પુર્ણ થતા ફક્ત 25 ટકા જેટલી ગાડીઓના પરમિટ ઇસ્યુ થયા છે હજુ પણ 75 ટકા ગાડીઓની પરમિટ ઇસ્યુ થઇ ન હોવાના વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
RTO અધિકારીઓ કરશે ચેકિંગ
ADVERTISEMENT
સ્કુલની શરૂઆત થતાની સાથે જ આરટીઓ અધિકારીઓ વાન ચાલકોને પકડીને હેરાનગતી કરતા હોવાના દાવાઓ સ્કુલ વાન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યા અને તાત્કાલિકણ ઘોરણે અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી હતી. જેમાં બેઠક બાદ અમદાવાદ આરટીઓએ 45 દિવસમાં તમામ વાહનો પરમીટ લઇ લેવાનુ કહ્યુ હતુ. પરંતુ હવે 32 દિવસો વિતી ગયા છે અને ફક્ત ગણતરીની ગાડીઓ પાસીંગ થઇ છે. જ્યારે રોજ પ્રતિદિન 5-10 ગાડીઓજ પાસિંગમાં આવાને કારણ હવે અમદાવાદ આરટીઓ દ્વારા 15 દિવસનો ઘટાડો કરીને 1 ઓગસ્ટથી સ્કુલ વાન ચેકિંગની કામગીરી હાથ ઘરવાની અધિકારીઓને સુચના આપી છે. જેથી હવે સ્કુલ વાન સંચાલકોમાં ફરી ફફડાટ જોવા મળ્યો છે. જેથી હવે એસોસિશએશન દ્વારા તમામ સ્કુલમાં જઇને સ્કુલ વાનનું પાસીંગ કરવાની સુચના આપવામાં આવી રહી છે.
વાન ચાલકોમાં પણ રોષની લાગણી
જ્યારે આરટીઓ દ્વારા હાલમાં પાસિંગની કામગીરી તો કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લે 2 થી 3 વખત પાસ થયેલ ગાડીઓ હવે પાસિંગ નથી. થઇ રહી હોવાનો દાવો સ્કુલ વાન સંચાલકો કરી રહ્યા છે. તમામ પેપર પુરા હોવા છતા પણ ફક્ત સીએનજીનો સિક્કો નહી હોવાને કારણે વાહન પાસ કરવામાં આવતુ નથી. જ્યારે હાલમાં જે સ્કુલ વાનને રીજેક્ટ કરવામાં આવી રહી છે. તેજ વાનને અગાઉ પાસ કરવામાં આવી છે. આમ મેન્યુએલમાં સીએનજી કિટકિટ આરટીઓમાંથી એપ્રુવ હોય પરંતુપરંતુ ડિઝીટલ રેકોર્ડના હોય તેવતેવી ગાડીઓ પણ આરટીઓ દ્વારા રીજેક્ટ કરવામાં આવી રહી છે. જેથી વાન ચાલકોમાં પણ રોષની લાગણી છે.
વધુ વાંચોઃ આને કહેવાય અસલી સુપર હીરો! જેઓએ પોતાના જીવની બાજી ખેલીને લોકોને મોતના મુખમાંથી બચાવ્યાં
આમ અનેક પ્રકારની સમસ્યાઓ સ્કૂલ વાન સંચાલકોને થઇ રહી છે. જ્યારે પ્રતિ દિવ ખુબ ઓછી વાન પાસિંગ આવવાને કારણે આરટીઓ દ્વારા કડક વલણ દાખવ્યુ છે ત્યારે હવે અમદાવાદ આરટીઓ દ્વારા 19 તારીખને બદલે 1 એગષ્ટના દિવસે તપાસ કરવાની સુચના આપી છે જેથી હવે આગામી દિવસોમાં આરટીઓ ક્યારે કામ કરશે તે જોવુ રહ્યુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT