બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / After winning the Oscar, today Ram Charan will meet Prime Minister Modi in Delhi, said- 'Natu Natu is the song of the country'

મનોરંજન / ઓસ્કાર જીત્યા બાદ આજે રામ ચરણ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળશે, કહ્યું- 'નાટુ નાટુ દેશનું ગીત છે'

Megha

Last Updated: 03:03 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રામ ચરણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં રામ ચરણ આજે વડાપ્રધાન મોદીને મળશે અને હૈદરાબાદ પરત ફરશે.

  • દિલ્હીના એરપોર્ટ પર રામ ચરણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
  • ચાહકોએ રામ ચરણનું RRR ફ્લેગ સાથે સ્વાગત કર્યું
  • આજે 'નાટુ નાટુ' દેશનું ગીત બની ગયું - રામ ચરણ

રાજામૌલીની ફિલ્મ 'RRR'ને જ્યારથી ઓસ્કાર મળ્યો છે ત્યારથી જ લોકો ફિલ્મના સ્ટાર અને ટીમને પ્રેમ આપી રહ્યા છે. લોસ એન્જલસમાં 95માં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં 'નાટુ નાટુ' ગીત માટે બેસ્ટ ઓરીજનલ સોંગનો ખિતાબ જીત્યા બાદ રામ ચરણ આજે સવારે તેની પત્ની ઉપાસના સાથે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. શુક્રવારે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રામ ચરણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ સમયે તેમની સાથે પત્ની ઉપાસના કામિનેની પણ હતી. 

એરપોર્ટ પર ચાહકોએ રામ ચરણનું RRR ફ્લેગ સાથે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન રામ ચરણ હસતા અને હાથ જોડી ચાહકોને મળતા જોવા મળ્યો હતો જએની તસવીરો અને વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે રામ ચરણ આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળશે અને હૈદરાબાદ પરત ફરતા પહેલા રામ ચરણ દિલ્હીમાં મીડિયા કોન્ક્લેવનો પણ ભાગ બનશે.

એમએમ કીરવાણી દ્વારા રચિત 'નાટુ નાટુ' એ 95મા એકેડેમી એવોર્ડ્સમાં  બેસ્ટ ઓરીજનલ સોંગ માટેનો ઓસ્કાર જીત્યો ત્યારે બંને એક સાથે હાજર હતા. રામ ચરણ અને તેમની પત્ની ઉપાસનાના દિલ્હી પીએમ મોદીને મળવા આવ્યા છે. સાથે જ  ન્યૂઝ મેગેઝિન દ્વારા આયોજિત કોન્ફરન્સને સંબોધિત કરીને તેઓ હૈદરાબાદ પરત કરવાના છે. 

રામ ચરણ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લોકોનો આભાર માનતા કહ્યું કે - હું ખૂબ જ ખુશ છું. આપણને સંગીતકાર ચંદ્ર બોઝ, સંગીત નિર્દેશક એમએમ કીરાવાણી અને ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી પર ગર્વ હોવો જોઈએ કારણ કે તેમના કારણે જ અમે રેડ કાર્પેટ પર ચાલ્યા અને ઓસ્કર જીતીને આવ્યા. આજે 'નાટુ નાટુ' દેશનું ગીત બની ગયું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Naatu Naatu Song Oscars 2023 Ram Charan ઓસ્કાર 2023 રામ ચરણ વડાપ્રધાન મોદી Ram Charan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ