બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / વૈભવ સૂર્યવંશી બાદ હવે તેના મિત્રનો વારો, CSK તરફથી 17 વર્ષની ઉંમરે ડેબ્યું કર્યું
Last Updated: 09:32 PM, 20 April 2025
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્લેઈંગ 11 ની પસંદગી કરવાનો મોટો નિર્ણય લીધો. તેમણે પ્લેઇંગ 11 માં 17 વર્ષના ખેલાડીનો સમાવેશ કર્યો છે, જે વૈભવ સૂર્યવંશી સાથે અંડર-19 ક્રિકેટમાં રમી ચૂક્યો છે.
ADVERTISEMENT
આયુષ મહાત્રેએ કર્યું ધમાકેદાર ડેબ્યું
IPL 2025 ની 38મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેમના ઘરઆંગણે ટકરાઈ રહી છે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહત્વપૂર્ણ જીત માટે દાવેદારી કરી રહી છે. આવી સ્થિતિમાં, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ પ્લેઇંગ 11 ની પસંદગી કરવાનો મોટો નિર્ણય લીધો છે. તેમણે 17 વર્ષના ખેલાડીને ડેબ્યૂ કરવાની તક આપી છે. આ ખેલાડીનું નામ આયુષ મ્હાત્રે છે. જેને તાજેતરમાં ઋતુરાજ ગાયકવાડના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આયુષ મ્હાત્રે વૈભવ સૂર્યવંશી સાથે અંડર-19 ક્રિકેટમાં રમી ચૂક્યો છે. જેણે તાજેતરમાં 14 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.
ADVERTISEMENT
ધમાકેદાર ડેબ્યું
ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી ત્રીજા ક્રમ પર રમવા માટે ઉતરેલો આયુષ મ્હાત્રેએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 15 બોલમાં ધમાકેદાર 32 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં 4 ફોર ફટકારી હતી અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 213.33 ના ધમાકેદાર સ્ટ્રાઇકરેટથી રમ્યો હતો. તેની ઇનિંગથી તમામ લોકો પ્રભાવિત થયા હતા.
આયુષ મ્હાત્રે કોણ છે?
આયુષ મ્હાત્રે મુંબઈનો રહેવાસી છે. તેમણે માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આયુષ મ્હાત્રેએ ગયા વર્ષે ઈરાની ટ્રોફીમાં મુંબઈની રણજી ટ્રોફી ટીમ માટે ઓપનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેણે બે સદી અને એક અડધી સદી ફટકારી છે. તે જ સમયે, તેણે 7 લિસ્ટ A મેચોમાં 65 ની સરેરાશથી 458 રન બનાવ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં, તેણે ઘરેલુ ક્રિકેટમાં બધાનું ધ્યાન ખેંચ્યું છે. હવે તે IPLમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.
જમણેરી બેટસમેન છે આયુષ
મ્હાત્રે જમણા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે ઓફબ્રેક બોલિંગ કરે છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે. તેમણે 17 વર્ષ અને 278 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી છે. તે ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે.
બંને ટીમોની પ્લેઇંગ 11
ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ: શેખ રશીદ, રચિન રવિન્દ્ર, આયુષ મ્હાત્રે, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, વિજય શંકર, જેમી ઓવરટોન, એમએસ ધોની, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11: રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, અશ્વિની કુમાર.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.