બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:45 PM, 14 February 2024
ADVERTISEMENT
વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ભારતની મુસ્લિમ ખાસ કરીને અરબ દેશોથી દૂરી બને તેની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ તેઓ વધુ નજીક આવી ગયા છે. ત્યારે PM મોદીના વિરોધીઓ અને રાજનૈતિક પંડિતોનો મત હતો કે તેમની સરકારની હિંદૂવાદી છબી ખાસકરીને મુસ્લિમ દેશ સાઉદી અરબથી સંબંધમાં કડવાસ લાવી શકે છે.
ADVERTISEMENT
પરંતુ મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળમાં આ આશંકાઓ અને ભવિષ્યવાણીથી વિરૂદ્ધ ભારતે અરબ અને મુસ્લિમ દેશો સાથે સંબંધ પહેલા કરતા વધારે ગાઢ થયા છે. સંબંધ એટલા ગાઢ થયા છે કે અરબ દેશો પાસેથી મોદી સરકારને કૂટનૈતિક મોર્ચે પણ સાથ મળી રહ્યો છે. પાકિસ્તાનને અલગ કરવાની વાત હોય કે કાશ્મીરનો મામલો હોય અરબ દેશોએ પાકિસ્તાનનો સાથ આપવાના બદલે કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ બતાવ્યો છે.
આર્ટિકલ 370ને ખતમ કરવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચવાના મામલામાં પણ પાકિસ્તાનને અરબ દેશોનું સમર્થન ન મળ્યું. અહીં સુધી કે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ખુલીને ઈઝરાયલનો પક્ષ લેવા છતાં ભારતના અરબ દેશોની સાથે સંબંધ પ્રભાવિત ન થયા.
કતરમાં પણ કૂટનૈતિક સફળતા
સારા દ્વિપક્ષીય સંબંધો અને સારી કૂટનીતિના દમ પર ભારતને નૌસેનાના આઠ પૂર્વ સૈન્ય અધિકારીઓને પણ છૂટા કરવામાં સફળતા મળી. તેમને શંકાસ્પદ જાસૂસીના આરોપમાં ફસાવાવાની સજા આપવામાં આવી હતી.
છેલ્લા બે દાયકાથી અરબ દેશ ખાસ કરીને સાઉદી અરબ અને યુએઈ દુનિયામાં ફક્ત તેલ-ગેસ વિક્રેતા માટે નવી શક્તિ બનવા, વ્યાપારના બીજા ક્ષેત્રોમાં હાથ અજમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પીએમએ આ દિશામાં પહેલ કરી તો પરિણામ સ્વરૂપે અરબ દેશો સાથે ભારતના વ્યાપારમાં વધારો થયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.