બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / બે દિવસ બાદ હવે ન લગ્નની શરણાઈ વાગશે, ન થશે કોઈ શુભ કાર્ય, કારણ ધાર્મિક

ધર્મ / બે દિવસ બાદ હવે ન લગ્નની શરણાઈ વાગશે, ન થશે કોઈ શુભ કાર્ય, કારણ ધાર્મિક

Last Updated: 07:54 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી બે દિવસ બાદ એટલે કે 17 જુલાઈ 2024ના રોજ ચાતુરમાસની શરૂઆત થવાની છે. જેથી આ દરમિયાન કેટલાક શુભ કામ નથી થઈ શકતા.

17 જુલાઈના રોજ દેવશયની એકાદશી છે. આ દિવસ ખૂબ મહત્વનો મનાય છે. કેમ કે આ દિવસથી ચાતુરમાસની શરૂઆત થાય છે. જે ચાર મહિના એટલે કે શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક સુધી રહે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ નિદ્રામાં જાય છે અને શિવ સૃષ્ટિનો કાર્યભાળ સંભાળે છે.

17 જુલાઈ  2024 બાદ ચાર મહિના સુધી તમામ શુભ મુહૂર્ત પૂરા થઈ જશે. 12 નવેમ્બર બાદ શુભ મુહૂર્તની શરૂઆત થશે. આ દેવશયની એકાદશીનું વ્રત 17 જુલાઈના રોજથી 18 જુલાઈ સવારે 8:25 સુધી રહેશે. આ દિવસે સવાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ અને શુક્લ યોગ બને છે.


આ ચાર મહિના દરમિયાન લગ્ન, સગાઈ, અને ગૃહ પ્રવેશ જેવા માંગલિક કામ નથી થઈ શકતા. પરંતુ પૂજા - પાઠ, પૂજન, અનુષ્ઠાન, રીનોવેશન કરેલા ઘરમાં પ્રવેશ, કે પછી વાહન અને જ્વેલરી ખરીદી શકાય છે. 


જો તમારે આ ચાતુરમાસ દરમિયાન સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો પિતૃઓનું પિંડદાન કે તર્પણ કરવું. તેનાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃ દોષમાંથી રાહત મળે છે. સંતાન સુખની સાથે સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. આ સિવાય સમૃદ્ધિ માટે તમે પીંપળાના વૃક્ષ નીચે દિપક પ્રગટાવો અને ત્યાં જળ ચઢાવી તેની પરિક્રમણા પણ કરી શકો છો.

વધુ વાંચો : શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે મુક્તિ, શનિવારે કરો શ્રી શનિ ચાલીસાનો પાઠ

વ્યાપારમાં સફળતા માટે પાંચ વખત ऊँ श्री हृं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ऊँ श्रीं हृं श्रीं ऊँ धन धान्य समृद्धि महालक्ष्मयै नमः. મંત્રનો જાપ કરવો.

દેવશયની એકાદશીએ તમે તુલસી પાસે દીપક પ્રગટાવો અને ત્યાં પરિક્રમા કરી શકો છો. પરંતુ સૂર્યાસ્ત બાદ તુલસીને સ્પર્શવું નહીં. આ દિવસે તમે વિષ્ણુ ભગવાનનો મંત્ર ऊँ नमो भगवते वासुदेवाय અને श्रीकृष्ण के मंत्र कृं कृष्णाय नमःનો જાપ કરો. ભગવાન સાથે તુલસીનેં પણ ભોગ ચઢાવો. વિષ્ણુને મીઠાઈ અને કૃષ્ણને માખણ ચઢાવો.

ચાતુરમાસ દરમિયાન પૂજા પાઠ, ગીતા, રામાયણ, ભાગવત ગીતા જેવા ગ્રંથોનો પાઠ કરી શકો છો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. જો તમે રોજ સવાર સાંજ 20 મિનિટ સુધી ધ્યાન કરો કે સૂર્ય નમસ્કાર કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો દરેક ગ્રહનો અશુભ પ્રભાવ દૂર થાય છે.

ચાતુરમાસ આરોગ્ય અને સામાજિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ મનાય છે. અત્યારે ઋતુ પરિવર્તનના કારણે બેક્ટેરિયા અને ફંગસના ચાન્સ વધી જાય છે. ત્વચા સંબધિત રોગ થવાની શક્યતા રહે છે. દરમિયાન ચંદ્ર, સૂર્ય, પ્રકૃતિનું તેજસ તત્વ ઓછું થઈ જાય છે. આથી દોષ પણ લાગે છે અને સ્વાસ્થ્યને પણ નુકશાન થાય છે.

PROMOTIONAL 4


આ માટે જ શ્રાવણમાં પત્તાવાળી શાકભાજીના સેવનની મનાઈ કરવામાં આવે છે. સાથે ભાદ્રપદમાં દહી, છાસનું સેવન કરવાથી બચવું જોઈએ. આસો માસમાં દૂધ અને કાર્તક મહિનામાં વધુ કેલરીવાળા અડદ, લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu ChaturMaas Religion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ