બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / જસ્ટિન ટ્રુડોની તીખી પ્રતિક્રિયા, કહ્યું 'કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂકશે નહીં'

વિશ્વ / જસ્ટિન ટ્રુડોની તીખી પ્રતિક્રિયા, કહ્યું 'કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂકશે નહીં'

Last Updated: 07:21 AM, 22 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ કેનેડાનાં કાર્યકારી પીએમ જસ્ટિન ટુડોએ કહ્યું હતું કે, કેનેડા આર્થિક નુકસાન સહન કરવા માટે તૈયાર છે. તેમજ ટ્રમ્પ પોતાના નિર્ણય પરત લે.

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકાનાં અન્ય દેશો સાથે સબંધ કેવા રહેશે? તે મોટો પ્રશ્ન છે. પાડોશી રાજ્ય કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા અંગે ટ્રમ્પનાં નિવેદન બાદ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકા તરફથી ટૈરિફ લગાવવાની ધમકી પર પીએમ ટુડોએ કહ્યું છે કે કેનેડા આર્થિક નુકસાન ઉઠાવા તૈયાર છે. ટ્રમ્પનાં શપથ ગ્રહણ સમારોહ પહેલા 6 જાન્યુઆરીએ પીએમ પદ પરથી રાજીનામું આપી ચૂકેલા ટુડોએ વાયદો કર્યો છે કે તેમનો દેશ ખૂબ જ મજબૂતાઈથી અમેરિકાને જવાબ આપશે.

ક્યુબેકનાં મોર્ટેબેલોમાં મંગળવારે એક વિશેષ કેબિનેટ બેઠક દરમ્યાન ટુડોએ કહ્યું કે તે ટ્રમ્પનાં આ નિર્ણયથી નિશ્ચિત છે. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ સાથે કામ કરતી વખતે તેમને ઘણી અનિશ્ચિતતાની આશાઓ હતી. ટુડોએ વધુમાં કહ્યું કે ટ્રમ્પ એક સારા વાટાધાટકાર છે અને તે તેમની વાટાઘાટોનાં ભાગીદારોનં સંતુલનથી દૂર રાખવા ગમે તે કરશે. તેમજ ટુડોએ સ્પષ્ટ કહ્યું હતું કે, વિદેશ નીતિના મામલામાં કેનેડા તેના હિતોનું રક્ષણ કરવા અને તેની સ્થિતિ અસરકારક રીતે રજૂ કરવામાં સક્ષમ છે. ટ્રમ્પને ટેરિફના નિર્ણયમાંથી પાછા ખેંવા માટે તે અમેરિકાને આર્થિક નુકસાન પહોંચાડવા પણ તૈયાર છે.

કેનેડાનુંનો મુખ્ય ઉદ્દેશ યુએસ ટેરિફ ટાળવાનું

ટુડોએ વધુમાં જણાવ્યું હતું કે, કેનેડાનો મુખ્ય ઉદ્દેશ યુએસ ટેરિફને ટાળવાનું અને યુએસ સાથે સકારાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવાનું છે. તેમજ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કેનેડા ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂકવાનું નથી.

ટ્રમ્પ યુએસ અર્થતંત્રને વેગ આપવા માંગે છેઃ ટ્રુડો

ટ્રમ્પના નિવેદન છતાં કે તેઓ કેનેડા પાસેથી કંઈ નથી માંગતા, ટ્રુડોએ કહ્યું કે જો ટ્રમ્પ યુએસ અર્થતંત્રને વેગ આપવા માંગે છે, તો તેમને તેલની જરૂર છે, કેનેડિયન કુદરતી સંસાધનો જેમ કે લાટી, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રિટિકલ મિનરલ્સની જરૂર પડશે. જરૂર પડશે. ટ્રુડોએ કહ્યું કે કેનેડાને આનાથી કેટલાક લાભ મળશે.

વધુ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા ભારતીયો પર સંકટ, અમેરિકાથી 18000 લોકોને મોકલાશે પરત

1લી ફેબ્રુઆરીથી લાદવામાં આવી શકે છે

ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ 1લી ફેબ્રુઆરીથી લાદવામાં આવી શકે છે. ટ્રમ્પે કહ્યું કે આ જરૂરી છે કારણ કે આ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકા આવી રહ્યા છે. એટલું જ નહીં, BRICS દેશોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ વેપાર માટે યુએસ ડૉલરને અન્ય કોઈ ચલણ સાથે બદલશે તો આ દેશો પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US-Canada-Ties US PM Trump PM Justin Trudeau
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ