બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / After theater OTT platform, SRK Pathan will now make a splash on TV, the world television premiere is going to be released

મનોરંજન / થિએટર-OTT પ્લેટફોર્મ બાદ હવે ટીવી પર ધૂમ મચાવશે SRKની 'પઠાણ', રજૂ થવા જઇ રહ્યું છે વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર

Megha

Last Updated: 10:25 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. એવામાં હાલ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર આ ફિલ્મનું ટેલિવિઝન પ્રીમિયર થવા જઈ રહ્યું છે.

  • ફિલ્મ 'પઠાણ'નું હવે ટેલિવિઝન પ્રીમિયર થવા જઈ રહ્યું છે
  • 'પઠાણ'એ વિશ્વભરમાં કરોડોનો બિઝનેસ કર્યો છે
  • ટેલિવિઝન પ્રીમિયર માટે ચેનલની સત્તાવાર જાહેરાત 

બૉલીવુડની ફિલ્મો છેલ્લા ઘણા સમયથી બિકસોફિસ પર સારી કમાણી કરી શકતી નહતી પણ થોડા સમય પહેલા રિલીઝ થયેલ પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર એક્શન બ્લોકબસ્ટર 'પઠાણ'નું હવે ટેલિવિઝન પ્રીમિયર થવા જઈ રહ્યું છે. 

25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'પઠાણ'એ વિશ્વભરમાં કરોડોનો બિઝનેસ કર્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત પઠાણ, YRF ની સ્પાય યુનિવર્સમાં ચોથી ફિલ્મ હતી અને પાંચ વર્ષ પછી કિંગ ખાનનું મોટા પડદા પર પુનરાગમન થયું હતું. થિયેટરોમાં બ્લોકબસ્ટર ઓપનિંગ પછી, ફિલ્મ હવે તેનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર થશે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે, તેમજ સલમાન ખાનનો કેમિયો પણ છે. 

ચેનલની સત્તાવાર જાહેરાત -
થિયેટરોમાં બ્લોકબસ્ટર કમાણી કર્યા પછી પઠાણ તેનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર સ્ટાર ગોલ્ડ પર કરશે. ચેનલે તેમના સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરી અને જાહેરાત કરી કે ફિલ્મનું પ્રીમિયર 18મી જૂન, રવિવારે રાત્રે 8 વાગ્યે થશે. સ્ટાર ગોલ્ડના સોશિયલ મીડિયા પેજીસએ પ્રીમિયરની જાહેરાતનો વિડિયો રિલીઝ કર્યો છે. 

સ્પાય યુનિવર્સની મૂવીઝ -
'પઠાણ' બાંગ્લાદેશમાં રિલીઝ થનારી પહેલી બોલિવૂડ ફિલ્મ બની છે. ફિલ્મે બાંગ્લાદેશમાં પણ સારો બિઝનેસ કર્યો છે. પઠાણનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને તે YRF સ્પાય યુનિવર્સનો ભાગ છે. જેમાં શાહરૂખ ખાનની 'પઠાણ' સિવાય રિતિક રોશનની 'વોર' અને સલમાન ખાનની 'ટાઈગર' સિરીઝ પણ સામેલ છે. 'પઠાણ' એ અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે, જેણે વૈશ્વિક સ્તરે રૂ. 1000 કરોડથી વધુ કમાણી કરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Film Pathaan Pathaan world television premiere પઠાણ ફિલ્મ pathaan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ