બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / After The Withdrawal Of The Troops From The Pangong Area, The Danger Has Only "Reduced" But Did Not End At All Narwane

India-China disengagement / LACની વર્તમાન સ્થિતિ પર આર્મી ચીફ નરવણેનું નિવેદનઃ કહ્યું, ખતરો ઘટ્યો છે સમાપ્ત નથી થયો

Bhushita

Last Updated: 08:25 AM, 26 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્મી ચીફ નરવણેએ કહ્યું છે કે પેંગોંગ સરોવરમાં ભારત અને ચીનના સૈનિકોની પીછેહઠથી ખતરો ઘટ્યો છે પણ સમાપ્ત થયો નથી.

  • LAC પર ખતરો ઘટ્યો
  • ખતરો સમાપ્ત નથી થયો
  • આર્મી ચીફ નરવણેએ આપી માહિતી
  • ભારતીય વિસ્તારમાં ચીનનો કબજો નહીં

ભારત અને ચીન વચ્ચે પૈંગોંગ સરોવરમાં એક વર્ષ સુધી ચાલેલા તણાવ બાદ બન્ને દેશની સેના વચ્ચે થયેલી વાતચીત બાદ ચીને પોતાની સેના પાછી ખસેડી લીધી છે. LACની વર્તમાન સ્થિતિ પર આર્મી ચીફ નરવણેએ જણાવ્યું કે પૈગોંગ સરોવરથી ચીની સેના હટ્યા બાદ ખતરો ઘટ્યો છે. પણ સમાપ્ત નથી થયો. ભારતીય વિસ્તારોમાં ચીનનો કબજો નથી. સેનાની તૈનાતી ગત વર્ષની જેમ યથાવત છે. LAC પર આપણે તમામ ઉદ્દેશમાં સફળ થઈશું. નરવણેએ જણાવ્યું કે પહેલા જે ભાગ પર ભારતનું નિયંત્રણ હતું ત્યાં ચીનનો કબજો નથી.

ભારતીય વિસ્તારોમાં ચીનનો કબજો નહીંઃ આર્મી ચીફ 
પર્વતીય ક્ષેત્રની સ્થિતિ વિશે જણાવતા નરવણેએ કહગ્યું કે કેટલાક ક્ષેત્રમાં સૈન્ય શક્તિ એમ જ છે જે રીતે આ સીમા પર તણાવના સમયે હતી. સત્રમાં તેઓએ પીએમ મોદીની એ ટિપ્પણી સાથે સહમતિ દર્શાવી જેમાં તેઓએ કહ્યું હતું કે  ભારતીય વિસ્તારમાં ચીનનો કબજો નહીં. આ  વાત સાથે આર્મી ચીફ પણ સહમત થયા હતા. 

LAC પર તમામ ઉદ્દેશમાં સફળ થઈશુંઃ આર્મી ચીફ
આર્મી ચીફ નરવણેએ એમ પણ કહ્યું કે તણાવની સ્થિતિ હજુ પણ બાકી છે. અને સાથે હંમેશા ચાલુ રહેશે. તેઓએ એમ પણ કહ્યું છે કે કેટલાક વિસ્તારો છે જ્યાં આપણે ચર્ચા કરવાની છે પણ દરેક ચીજોને મેળવીને મને લાગે છે કે આ વિશ્વાસ કરવા માટે આપણી પાસે મજબૂત આધાર છે કે આપણે દરેક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહીશું.  
 
સૈનિકો પરત નહીં આવે ત્યાં સુધી સ્થિતિ કાબૂમાં કહેવાશે નહીં
આર્મી ચીફે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્રે વિસ્તારો મુખ્ય કારણ છે. કેમકે કોઈ ચિન્હિત વાસ્તવિક નિયંત્રણ રેખા નથી. અલગ અલગ દાવા અને અવધારણા છે. તમે એમ ન કહી શકો કે હું ક્યાં છું, તેઓ ક્યાં છે. તેઓએ કહ્યું કે જ્યાં સુધી સૈનિકો પાછળના વિસ્તારોથી પરત ફરતા નથી ત્યાં સુધી સ્થિતિ સામાન્ય છે તેમ કહી શકાશે નહીં. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Army chief India-China disengagement LAC Narwane danger આર્મી ચીફ ખતરો નરવણે સૈનિકો India-China disengagement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ