After the reopening of schools, school van and rickshaw fares increased
ભાવવધારો /
અમદાવાદમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં ઝિંકાયો વધારો,જાણો હવે કેટલું ચૂકવવું પડશે ભાડું
Team VTV12:04 PM, 25 Nov 21
| Updated: 12:05 PM, 25 Nov 21
રાજ્યમાં ધીરે ધીરે શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. જોકે શાળાઓ શરૂ થયા બાદ હવે સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેથી વાલીઓને માથે હવે મોંધવારીમાં ડબલ ભાર આવી ગયો છે.
શાળાઓ ખુલ્યા બાદ વાલીઓના માથે મોંઘવારીનો માર
સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકા સુધીનો વધારો
વાલીઓને ન છૂટકે કરવો પડશે મોંઘવારીનો સામનો
કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી શાળાઓને બંધ રાખવામાં આવી હતી. જોકે હવે ધીરે ધીરે પરિસ્થિતા સામાન્ય થતા શાળાઓ ખુલી ગઈ છે. પરંતુ શાળાઓ ખુલ્યાબાદ વાલીઓ પર હવે મોંઘવારીનું દબાણ આવી ગયું છે. કારણે સ્કૂલો ખુલતાની સાથે સ્કૂલ વાન ભાડામાં તેમજ રિક્ષા ભાડામાં 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
વાનમાં 200 અને રિક્ષામાં 100 રૂપિયાનો વધારો
આપને જણાવી દઈએ કે સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો ભાડા વધારો કરવામાં આવ્યા છે. જેના કારણે વાલીઓને વધું મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારો થવાને કારણે રીક્ષા તથા વાનના ભાડામાં વધારો થયો છે તેવું કહી શકાય.
વાલીઓને ન છૂટકે કરવો પડશે મોંઘવારીનો સામનો
હવેથી વાલીઓએ ઓછામાં ઓછું 650 રૂપિયા ભાડું ચુકવવું પડશે. સાથેજ 5 કિમી સુધીનું માસિક ભાડું તો 1800 રૂપિયા જેટલું રહેશે. પહેલાથી કોરોનાને કારણે લોકો તકલીફમાં ત્યારે વધુમાં વાલીઓના માથે વધું એક ભાર આવ્યો છે. શાળાઓ ખુલી ગઈ છે જેથી બાળકો સ્કૂલે તો જવાનાજ જેથી વાલીઓએ આ મોંઘવારીનો સામનો પણ ન છૂટકે કરવો પડે તેવી સ્થિતી છે.
સ્કૂલવર્ધી એસોસિએશને કર્યો ભાડામાં વધારો
સ્કૂલવર્ધી એસોસિએશન દ્વારા આ ભાડા વધારો કરવામાં આવ્યો છે. જેમા 3 વર્ષ સુધી આજ ભાવ લાગુ રહેશે તેનો તેમણે દાવો પણ કર્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 7500 જેટલી સ્કૂલ વાન છે તો 6500 જેટલી રિક્ષા છે. જે લોકોએ ભાડામાં વધારો કર્યો છે. જેના કારણે વાલીઓના માથે વધું એક મોંઘવારીનો ભાર વધ્યો છે.
પેટ્રોલ અને CNGના ભાવ વધતા ભાડું પણ વધ્યું
ઉલ્લેખનીય છે કે CNG ગેસ, પેટ્રોલ તેમજ વીમાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગાડીઓના સ્પેરપાર્ટસ પણ હવે મોંઘા થયા છે. જોકે સૌથી વધારે પેટ્રોલના ભાવ બધાને નડી રહ્યા છે. જેના કારણે સ્કૂલ વાન તેમજ રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જોકે આ ભાવ વધારાને કારણે વાલીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.