બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the order of the Surendranagar Collector the Mamlatdar team raided the Than
Last Updated: 04:00 PM, 11 October 2022
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીનું દૂષણ વકર્યું છે. જિલ્લામાં તંત્રની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાની રાવ ઉઠવા પામી છે. જેને લઇને કલેકટર એક્શન મોડમાં આવ્યા છે. કલેકટરના આદેશ બાદ ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.
ADVERTISEMENT
ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા આદેશ
સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં અખૂટ ખનીજ ભંડાર આવેલો છે. જેમાં ખનીજ કોલસો, રેતી અને કાર્બોસેલ મળી આવે છે. તો ધ્રાંગધ્રા પંથકમાં માટી મળી આવે છે. ત્યારે અલગ-અલગ વિસ્તારોમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારમાં મોટા પાયે ખનીજની ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા કલેકટર એક્શનમાં આવ્યા હતા. તેમણે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા.
થાનમાં મામલતદારની ટીમે પાડ્યા દરોડા
કલેકટરના આદેશ બાદ ખનીજ ચોરી પર મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મામલતદારને ખનીજ ચોરો હાથ લાગ્યા નહતા. દરોડામાં તંત્રએ થોડી કાર્યવાહી કરીને ખનીજ જપ્ત કરીને સંતોષ માની લીધો હતો.
હળવદ પ્રાંત અધિકારીએ કરી હતી કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમ પાસેથી 2 ડમ્પર રેતી ભરેલા રોયલ્ટી વિના ઝડપી પાડ્યા હતા. તાલુકામાં ખનીજ માફિયાઓ બેફાન ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું પ્રાંત અધિકારીને ધ્યાનમાં આવતા તેમણે કાર્યવાહી કરી હતી. જેમાં તેઓએ 2 ડમ્પર રેતી ભરેલા રોયલ્ટી વિના ઝડપી પાડીને રૂપિયા 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ પોલીસની હવાલે કર્યો હતો. ખનીજ ચોરીના દરોડા પડતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
સળગતા સવાલો
ખનીજ માફિયાને ક્યારે પકડશો?
ખનીજ મફિયા પર કાર્યવાહી ક્યારે?
શું તંત્રની દેખરેખમાં થાય છે કાર્ય?
ખનીજ ચોરી ક્યારે અટકશે?
ખનીજ ચોરીમાં કોનો હાથ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.