બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / After the New Year's party, the friends went to bed exhausted, the girl did a terrible thing, made a mess

આત્મહત્યા / નવા વર્ષની પાર્ટી પછી સહેલીઓ થાકીને સુઈ ગઈ, છોકરીએ કર્યું ખૌફનાક કામ, મચી ચકચાર

Vishal Khamar

Last Updated: 06:15 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2022ની છેલ્લી રાત્રે જ્યારે આખું વિશ્વ નવા વર્ષના આગમનની ઉજવણીમાં તરબોળ હતું ત્યારે એક સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ભયજનક પગલું ભર્યું.

  • દિલ્હીમાં સોફ્ટવેર એન્જીનિયર છોકરીએ ભર્યું ભયજનક પગલું
  • સાતમા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો
  • તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી

 વર્ષ 2022ની છેલ્લી રાત્રે જ્યારે આખું વિશ્વ નવા વર્ષના આગમનની ઉજવણીમાં તરબોળ હતું ત્યારે એક સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ બિલ્ડિંગના 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે મિત્રો સાથે નવા વર્ષની પાર્ટી પણ કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરના તુકોગંજ વિસ્તારની છે.

બે દિવસ પહેલા મારા મિત્ર પાસે આવી હતી
નોંધપાત્ર વાત એ છે કે, HIG વિસ્તારની રહેવાસી પ્રથમ ચૌકસે હૈદરાબાદ સ્થિત કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતી. આ દિવસોમાં તે ઘરેથી કામ કરી રહી હતી. 31 ડિસેમ્બરની રાત્રે તે તેના મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી. તે બે દિવસ પહેલા તેના મિત્રને મળવા આવી હતી.

 રાત્રે બધાએ પાર્ટી કરી. આ પછી પ્રથમા લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરતી રહી. રાત્રે લગભગ 3 વાગ્યે, તેના બધા મિત્રો સૂઈ ગયા, પરંતુ પ્રથમા જાગી રહી. જે બાદ વહેલી સવારે સિક્યોરિટી ગાર્ડે એક યુવતીની લોહીથી લથપથ લાશ પડેલી જોઈ અને પોલીસને જાણ કરી. 

પોલીસ  ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે મૃતદેહ પ્રથમનો છે. તે સાતમા માળે તેના મિત્રો સાથે આવી હતી. પોલીસે આગળ તપાસ કરી તો પ્રથમનાં રૂમમાંથી બે પાનાની સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે.

પ્રથમના મિત્રોના નિવેદન લેવાયા
જેમાં પ્રથમે લખ્યું છે કે તે એક ગંભીર બિમારીથી પીડાઈ રહી છે. તેના શરીરમાં ખૂબ જ દર્દ થાય છે. ત્યારે તેની આ બિમારી બાબતે ઘરમાં કોઈને પણ ખબર નથી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પરિવાર સાથે સાથે પ્રથમના મિત્રોનાં પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dreadful step Girl Indore Madhya Pradesh software engineer ભજયનક પગલું યુવતિ સોફ્ટવેર એન્જિનિયર Madhya Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ