અમદાવાદ / લોકડાઉન બાદ ધાર્મિક સંસ્થાઓએ સરકારની ગાઇડલાઇન પ્રમાણે મંદિરો ખોલવાની દર્શાવી તૈયારી

ગુજરાતમાં ભાવિક ભક્તોને કોરોના સંક્રમણના સમયે ભગવાનને પ્રાર્થના કરવા મળી શકે તેમ છે. 31મી મે ના રોજ લોકડાઉન 4.0નો અંત આવી રહ્યો છે ત્યારે જૂનથી ગુજરાતમાં મંદિરો સાથે ધાર્મિક સ્થળોને ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભારત સહિત રાજ્યમાં મંદિરો એને ધાર્મિક સ્થળો છેલ્લા અઢી મહિનાથી બંધ છે. માત્ર મંદિર કે ધાર્મિક સ્થાનના પુજારીઓ સવાર અને સાંજ આરતી કરીને મંદિરને બંધ કરી દેતા હોય છે. કોરોના સંક્રમણ સમયે લોકો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે ઝડપથી આ મહામારીનો અંત આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ