બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / After the grand victory in Gujarat, now BJP's mission is 2024

મિશન લોકસભા / ગુજરાતમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપનું મિશન 2024, 144 સીટો પર જીત હાંસલ કરવા રણનીતિ તૈયાર

Last Updated: 11:03 AM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે આવેલા પરિણામોને જોતા હવે આવનારા પાંચ વર્ષ માટે કોંગ્રેસને ગુજરાતમાંથી રાજ્યસભાના એક પણ સાંસદ નહીં મળે

  • ગુજરાતમાં 156 બેઠકો જીત્યા બાદ લોકસભા ચૂંટણીનો લક્ષ્યાંક 
  • ભાજપના 26 ઉમેદવારો મોટી સરસાઇથી જીતી જાય તેવી સ્થિતિ
  • 5 વર્ષ માટે કોંગ્રેસને ગુજરાતમાંથી રાજ્યસભાના એક પણ સાંસદ નહીં મળે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. જોકે હવે વાત આવે છે લોકસભા ચૂંટણીની. તો હવે ગુજરાતમાં 156 બેઠકો જીત્યા બાદ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાં ભાજપને હેટ્રિક કરવામાં કોઇ મુશ્કેલી નડે તેવું લગભગ નથી. આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 ઉમેદવારો મોટી સરસાઇથી જીતી જાય તેવી સ્થિતિ હાલ બની છે. 

આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાત ભાજપના 26 ઉમેદવારોની જીત એ ગઇકાલે આવેલા પરિણામ બાદ લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. જોકે હવે પછી યોજાનારી અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પણ ભાજપે ગુજરાતમાં અજમાવેલા સંગઠનના મોડલનો પ્રયોગ દોહરાવી શકે છે. તેનાથી ફાયદો એ થશે કે, ફરીથી મોટી સંખ્યાની બેઠકો પર ભાજપ કબ્જો કરી શકે છે.

જો રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની 11 પૈકી ત્રણ બેઠકો હાલ કોંગ્રેસ પાસે છે. પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં વિધાનસભાના ધારાસભ્યોના મત ગણતરીમાં લેવાતા હોવાથી હવે ભાજપ આ તમામ 11 બેઠકો આવનારા સમયમાં પોતાની પાસે લઇ લેશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી એટલે તે સમયે ત્રણ બેઠકો મળી હતી. ગઇકાલે આવેલા પરિણામોને જોતા હવે આવનારા પાંચ વર્ષ માટે કોંગ્રેસને ગુજરાતમાંથી રાજ્યસભાના એક પણ સાંસદ નહીં મળે. 

લોકસભા ચૂંટણીને લઈ રૂપાણી સહિત આ નેતાઓને આપી જવાબદારી 

ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી તૈયારીઓ હાથ ધરી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપે ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાતમાંથી વિજય રુપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા છે. આ સાથે બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

2024 લોકસભા ચૂંટણી કોંગ્રેસ ભાજપના ઉમેદવારો રાજ્યસભા સાંસદ Gujarat Elections 2022
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ