બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / મહામંથન / વહીવટ તમે કરો અને ભોગવે પ્રજા? અગ્નિકાંડમાં પાપનું ભાગીદાર ફાયરવિભાગ ધંધાર્થીઓને કેમ દંડે છે?

મહામંથન / વહીવટ તમે કરો અને ભોગવે પ્રજા? અગ્નિકાંડમાં પાપનું ભાગીદાર ફાયરવિભાગ ધંધાર્થીઓને કેમ દંડે છે?

Last Updated: 09:37 PM, 8 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamanthan: અગ્નિકાંડ બાદ ફાયર વિભાગને પોતાનું કર્તવ્ય યાદ આવ્યું. વ્યવસાયિક એકમોમાં ફાયર સેફ્ટી અને NOCની ખામીને શોધીને સીલ કરવાની કામગીરી શરૂ કરી છે

રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડમાં સૌથી મોટી ચૂક ફાયર NOCની અને ફાયર સેફ્ટીની અવગણનાની હતી. અગ્નિકાંડ બાદ ફાયર વિભાગને પોતાનું કર્તવ્ય યાદ આવ્યું. વ્યવસાયિક એકમોમાં ફાયર સેફ્ટી અને NOCની ખામીને શોધીને સીલ કરવાની કામગીરી શરૂ કરી. વ્યવસાયિક એકમો સીલ કરાતા એ ધંધાર્થી પરેશાન થયા જેમનું નિર્વાહ એ વેપાર થકી ચાલતું હતું. નોટિસ આપવાને બદલે સીધું સીલ જ કરી દેવાતા સવાલ એ થયો કે ફાયર સેફ્ટી માટે કામ પણ કેમ કરાવવું? આજે અમદાવાદ હોય કે સુરત, જૂનાગઢ કે ભાવનગર જેવા શહેરો જ્યા વેપારી ફાયર વિભાગના તઘલઘી નિર્ણયને લઇને પરેશાન છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં સીલ કરાતા રોજનું લાખો રૂપિયાનું નુકસાન છે. તો નવા સત્ર ખુલવાના ગણતરીના દિવસો વચ્ચે સ્કૂલમાં લાગેલા સીલથી શાળાસંચાલકો પણ મૂંઝવણમાં છે. ધંધાર્થીને ફાયર વિભાગના આ વલણથી બમણો ફટકો છે. એક વેપાર બંધ છે અને બીજો જગ્યાના ભાડું, કર્મચારીનો પગાર સહિતના ફિક્સ ખર્ચાનો બોજ. ધંધાર્થીનો આક્ષેપ એ છે કે જ્યારે પગલા લેવાનો સમય આવે ત્યારે નાના ધંધાર્થીઓને જ કેમ ટાર્ગેટ બનાવાય છે? વધુ આંકડા દર્શાવવા નાની દુકાનોને સીલ કરી દેવાય છે. સવાલ એ થાય કે અગ્નિકાંડ પહેલા કેમ કોઇ અધિકારીને આ જગ્યાઓના NOC યાદ ન આવ્યા? કેમ ફાયર સેફ્ટીને લઇને કયારેય સ્થળ તપાસ ન થઇ? વેરો વસૂલતા મનપાએ અત્યાર સુધી કેમ આંખો બંધ રાખી? શું આ બધા પરવાના માત્ર વહીવટથી જ અપાયા? અગ્નિકાંડમાં પાપનું ભાગીદાર જ્યારે ફાયર વિભાગ છે ત્યારે નાના ધંધાર્થીઓ કેમ દંડાય છે?

અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ જાગ્યું !

રાજકોટના અગ્નિકાંડ બાદ ફાયરસેફ્ટી માટે ફાયર વિભાગ જાગ્યું છે. ફાયર સેફ્ટીના અભાવ બાદ રાજ્યભરના ગેમઝોન બંધ કરાયા છે. ગેમઝોન પછી ફાયર વિભાગે દરેક કોમર્શિયલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યુ છે. ફાયર સેફ્ટી,ફાયર NOCનો જ્યા અભાવ દેખાયો તે એકમ સીલ કર્યા તેમજ કોમ્પલેક્સ,દુકાનો,સ્કૂલ,ક્લાસીસ સીલ કરાયા છે. રાજ્યભરમાં ફાયર વિભાગના પગલાથી ધંધાર્થીઓ મુસીબતમાં મુકાયા છે. વ્યાપારિક પ્રવૃતિ બંધ થતાં ધંધા-વેપારમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. સુરતમાં કાપડ માર્કેટના વેપારીઓની રોજની લાખોની નુકસાનીની ફરિયાદ ઉઠી છે. NOC અને ફાયર સેફ્ટી માટે યોગ્ય સમય મળે તેવી પણ માગ છે. એકમો સીલ હોવાથી સેફ્ટીના કામ કેમ કરવા તે પણ સવાલ છે.

ફાયર સેફ્ટીના નિયમ શું છે?

NOC એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આ દસ્તાવેજથી એ પ્રમાણિત થાય કે ઇમારત આગ સલામતીના ધોરણોનું પાલન કરે છે. એકમના ઉપયોગ,કબજો અથવા ફેરફાર માટે NOCની જરૂર પડે તેમજ NOC માટે બિલ્ડિંગ માલિકે ફાયર વિભાગને અરજી કરવી પડે તેમજ ફાયર સેફ્ટીના નિરીક્ષણ માટે ફી ચૂકવવી પડે, નિરીક્ષણ થયા પછી NOC આપવામાં આવે છે

કોને ફાયર લાયસન્સની જરૂર છે?

હોટલ

રેસ્ટોરન્ટ

થિયેટર

મોલ

હોસ્પિટલ

શાળા

કોલેજો

ઓફિસ બિલ્ડિંગ

3 માળથી વધુની આવાસીય ઇમારતો

ગેસ સિલિન્ડર સંગ્રહ કેન્દ્ર

જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ કેન્દ્ર

NOC અને ફાયર સેફ્ટી માટેના જરૂરી દસ્તાવેજ

મિલકતના દસ્તાવેજ

અધિકારોના રેકોર્ડ્સ

રેવન્યુ રેકોર્ડ્સ

મકાનનો નકશો

લેઆઉટ અને બિલ્ડિંગ પ્લાન

ગૂગલ મેપ ઇમેજ

પ્રમાણિત માપન શીટ/DILR

BU સર્ટિફિકેટ શું છે?

BU એટલે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ. BU ફાયર સેફ્ટી NOC સાથે સંકળાયેલું છે. સિવિલ એન્જિનિયર બાંધકામનો નકશો તૈયાર કરે છે. નકશા ઉપરથી ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ કરવાનો રહે છે. એ પ્રક્રિયાને FSPAની પ્રોસેસ કહેવામાં આવે છે. ચેક લિસ્ટના 7 મુદ્દાને સબમીટ કરવાના હોય છે. આ પ્રક્રિયા ઓનલાઇન રહે છે. પ્લાન એપ્રુવ થયા બાદ એક્ટિવ-પેસિવ મેઝર્સ નક્કી થાય તેમજ પ્લાન એપ્રુવલ થયા બાદ વિકાસ પરવાનગી મળે છે. પરવાનગી બાદ બાંધકામ શરૂ કરવાનું રહે છે. બાંધકામ પૂર્ણ થયા પછી FSPA પ્લાન મંજૂર થયો હોય તે મુજબ ફરીથી એક્ટિવ-પેસિવ મેજર્સ નક્કી થાય છે. બાંધકામ પૂર્ણ થયા પછી દર્શાવેલા ફાયરના નકશા મુજબ કામગીરી થઇ કે નહિં તે જોવાનું રહે. આ પ્રકિયા પૂર્ણ થયા બાદ ફાયર વિભાગામં ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ આપે છે. ફાયર NOC પછી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એટલે કે BU મળે છે

અગ્નિકાંડ બાદ ક્યાં કેટલા એકમો સીલ?

અમદાવાદ

1208 એકમોમાં ચેકિંગ

139 એકમ સીલ

હોસ્પિટલ,ગેમઝોન,મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં ચેકિંગ

પ્રાઇમરી સ્કૂલ,રેસ્ટોરન્ટ સીલ

સુરતમાં 15 દિવસમાં 957 મિલકત સીલ

179 કોમર્શિયલ કોમ્પલેક્સ

226 ટેમ્પરરી સ્ટ્રક્ચર

140 હોસ્પિટલ

103 રેસ્ટોરન્ટ

29 ગેમઝોન

28 સિનેમા

252 શૈક્ષણિક સંસ્થા

4000થી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાન

વડોદરામાં 193 દુકાનો સીલ

VIP વ્યૂ કોમ્પલેક્સ સીલ

મદાર માર્કેટ સીલ

વાંચવા જેવું: ગુજરાતભરમાં 15 મોટા વોટરપાર્કમાં સ્ટેટ GSTના દરોડા, ખૂલી પોલમપોલ, આટલા કરોડના શંકાસ્પદ વ્યવહારો

રાજકોટમાં 1136 એકમોની ચકાસણી

444 એકમો NOC-BUને લઇ સીલ

હોસ્પિટલ,મોલ,શોપિંગ સેન્ટર,વોટરપાર્કમાં તપાસ

સંકળાયેલા મુદ્દાઓ

TRP Fire Case Update Fire NOC issue Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ