ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અનેક નેતાઓની ટીકીટો કપાતા અનેક નેતાઓ અપક્ષ ઊભા રહ્યા તો કોઈએ રાજીનામાં આપ્યા. તો વળી કોઈ નેતા જે તે પક્ષમાં જ રહી પક્ષ વિરુધ્ધ પ્રવુત્તિ કરતાં રહ્યા હોવાની ચર્ચા
વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ કરનાર સસ્પેન્ડ
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રવૃત્તિ બદલ હવે પક્ષ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ ગુજરાત વિધાનસભાનું ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવુત્તિ કરવા બદલ તાપી જિલ્લા ભાજપ દ્વારા ત્રણ નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં કોર્પોરેટર સંજય સોની, પ્રદેશ આદિજાતિ મોરચાના સભ્ય મહેશ પટેલ અને કૌશિક વસાવાનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અનેક નેતાઓની ટીકીટો કપાઈ હતી. જે બાદમાં અનેક નેતાઓ અપક્ષ ઊભા રહ્યા તો કોઈએ રાજીનામાં આપ્યા. તો વળી કોઈ નેતા જે તે પક્ષમાં જ રહી પક્ષ વિરુધ્ધ પ્રવુત્તિ કરતાં રહ્યા હોવાની ચર્ચા છે. જોકે તાપી જિલ્લામાં પણ પક્ષ વિરુદ્ધ પ્રવુત્તિ કરવા બદલ ત્રણ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લા ભાજપના કાર્યકરાઈ પ્રમુખ વિક્રમભાઈ દ્વારા પક્ષ વિરોધી પ્રવુત્તિ કરવા બદલ નેતાઓને સસ્પેન્ડર કર્યા છે. જેમાં કોર્પોરેટર સંજય સોની, પ્રદેશ આદિજાતિ મોરચાના સભ્ય મહેશ પટેલ અને કૌશિક વસાવાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.
નોંધનીય છે કે, આ અગાઉ મહીસાગર જિલ્લામાં પક્ષ વિરોધી કામગીરી કરનાર ભાજપના કાર્યકરો સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મહિસાગર જિલ્લા પ્રમુખે એક સાથે પક્ષમાંથી 27 લોકોને સસ્પેન્ડ કર્યા હતા. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેઓ વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે 27 લોકોને સસ્પેન્ડ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.