બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / Mahamanthan / EVM તો બચી ગયું! વિપક્ષને બેઠકો મળતા મુદ્દો ઠરીઠામ! હવે સવાલનો મારો બંધ થશે કે નહીં?
Last Updated: 10:42 PM, 7 June 2024
EVM ઉપર સવાલ ઉભા કરવાના હોય કે નિવેદનબાજી હોય એ કામ અત્યાર સુધી મોટેભાગે ભાજપ સિવાયના પક્ષ કરતા હતા. હવે EVM ઉપર નિવેદન કરનાર બીજુ કોઈ નહીં પણ દેશના પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રીએ નિવેદન પણ એવું કર્યું છે કે જેની સામે વિપક્ષે ખાસ કોઈ વળતો જવાબ આપ્યો નથી. જે કોઈ રાજ્ય કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને બમ્પર બેઠક મળે એટલે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષ EVM સામે સવાલ ઉભા કરી દે. 2024ની ચૂંટણીમાં પણ એવા પ્રયાસ થયા કે જ્યારે ચૂંટણીનું કામ તેની ટોચ ઉપર હતું ત્યારે પણ સુપ્રીમકોર્ટમાં અનેક અરજીઓ થઈ જેમાં EVMની વિશ્વસનિયતા સામે સવાલ તો ઉભા કરાયા જ સાથો-સાથ EVM અને વીવીપેટનું 100 ટકા વેરિફિકેશન થાય તેવી પણ માગ કરવામાં આવી. જો કે એપ્રિલ મહિનામાં જ સુપ્રીમકોર્ટે એક સ્વરમાં કહી દીધું કે ફરી બેલેટ પેપરનો જમાનો નહીં જ આવે અને મતદાન EVMથી જ થશે. સુપ્રીમકોર્ટની માર્મિક ટકોર એવી પણ હતી કે કોઈ વ્યવસ્થાને સમજ્યા વગર જો આંખ બંધ કરીને વિરોધ કરવા બેસી જઈએ તો લોકશાહીનો હાર્દ મરી જશે કારણ કે લોકશાહીનો હાર્દ એ જ છે કે તમને વ્યવસ્થા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. પ્રધાનમંત્રીએ પણ 4 જૂનના પરિણામ પછી વેધક સવાલ કર્યો કે EVM ખરેખર જીવે છે કે મરી ગયા છે?. પ્રધાનમંત્રીએ ત્યાં સુધી કહ્યું કે હવે બીજી ચૂંટણી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોઈ સવાલ-જવાબ નહીં થાય. હવે જે વ્યવસ્થા ઉપર સતત સવાલ ઉઠી રહ્યા છે તે વ્યવસ્થા છેલ્લા બે થી ત્રણ દાયકાથી ચાલી રહી છે અને એકવાર નહીં પણ અનેકવાર સચોટ પરિણામ આપી ચુકી છે. હવે તો ખુદ પ્રધાનમંત્રી પણ જ્યારે આ વ્યવસ્થાને યોગ્ય કહી રહ્યા છે અને દેશની ન્યાયપાલિકાને પણ જેના ઉપર વિશ્વાસ છે તે EVM સામે સવાલ ઉઠાવવાનું હવે બંધ થશે કે નહીં?. 2024ની ચૂંટણીનું પરિણામ EVM સામે સવાલ ઉઠાવનારાઓએ અત્યાર સુધી ખોટું કર્યું એવું વિચારવા ઉપર મજબૂર કરશે કે નહીં.
ADVERTISEMENT
પરિણામ પછી EVMની ચર્ચા
ADVERTISEMENT
ચૂંટણી પરિણામ પછી EVMની ચર્ચા શરૂ થઈ છે. ખુદ પ્રધાનમંત્રીએ EVMની વિશ્વસનિયતાની વાત કરી છે. EVMની વાત કરીને વિપક્ષ ઉપર કટાક્ષ કર્યો છે. ચૂંટણી દરમિયાન EVM સામે સવાલ ઉઠતા રહ્યાં છે. EVM મુદ્દે સુપ્રીમકોર્ટમાં પણ અનેક અરજી થઈ હતી. 2024ના જનાદેશથી EVMની ચર્ચા ઉપર પૂર્ણવિરામ મુકાશે? EVM સામે હવે સવાલો ઉભા થવાનું બંધ થશે? પ્રધાનમંત્રીના સવાલ સામે વિપક્ષનો કોઈ જવાબ કેમ નહીં? અપેક્ષા મુજબનું પરિણામ ન આવે ત્યારે EVM સામે સવાલ કેમ?
પ્રધાનમંત્રીએ EVM અંગે શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 4 તારીખે પરિણામ આવ્યા પછી મેં EVM અંગે પૂછ્યું કે, EVM જીવે છે કે નહીં? લોકશાહી પ્રત્યે દેશનો વિશ્વાસ ખતમ થાય એના માટે ચોક્કસ લોકો તૈયાર હતા. આ વખતે તો વિપક્ષ EVMની નનામી કાઢશે એવું લાગતું હતું. 4 જૂનની સાંજ સુધીમાં વિપક્ષના મોં ઉપર તાળા લાગી ગયા. EVMએ વિપક્ષના તમામ સભ્યોને ચૂપ કરી દીધા છે. 2024નું પરિણામ એ ભારતની લોકશાહી, ચૂંટણીપંચની તાકાત છે. હવે 5 વર્ષ સુધી લગભગ EVMની વાતો નહીં થાય અને 2029માં અમે પાછા આવીશું ત્યારે ફરી EVMની વાત થશે. ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચના કામમાં વિઘ્ન નાંખવાનો સતત પ્રયાસ કરાયો છે. ચૂંટણીપંચને પરેશાન કરનારા એ લોકો હતા જેને લોકશાહીમાં વિશ્વાસ જ નથી. ચૂંટણીપંચનો ઘણોખરો સ્ટાફ કોર્ટમાં જવાબ આપવામાં રોકાયેલો રહ્યો અને ચૂંટણીમાં જ્યારે મહત્તમ કામ હતું ત્યારે તેના કામમાં વિઘ્ન નાંખવામાં આવ્યું. મને એવું લાગે છે કે વિપક્ષને ટેકનોલોજી સાથે લાગતું વળગતું નથી અને વિપક્ષની માનસિકતા જોઈને લાગે છે કે તેઓ એક સદી પાછળ છે
EVM ઉપર મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?
ચૂંટણી કમિશનરે કહ્યું કે, EVMની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. વિપક્ષને વિનંતી કે EVMને આરામ કરવા દે અને ફરી ચૂંટણી આવશે ત્યારે EVM બેટરી, પ્રોગ્રામ બદલીને બહાર આવશે. ફરી ચૂંટણી આવશે એટલે ફરી EVM સામે સવાલ ઉભા થશે. એવું લાગે છે કે EVMનો જન્મ જ ખરાબ મૂહુર્તમાં થયો છે. EVM સાથે 20 થી 22 ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. દરેક ચૂંટણીમાં EVM ચોક્સાઈપૂર્વક પરિણામ આપે છે. ચોક્સાઈપૂર્વક પરિણામ છતા EVM સામે સવાલ ઉભા થાય છે
વાંચવા જેવું: રાજકોટના અગ્નિકાંડનો રેલો: જાણીતા નેતાને લઈ જવાયા ક્રાઇમ બ્રાંચ, છે ગંભીર આરોપ
EVM અંગે સુપ્રીમકોર્ટે શું કહ્યું?
ચૂંટણીમાં મતદાન EVMથી જ થશે. EVM-VVPATનું 100% વેરિફિકેશન નહીં કરવામાં આવે તેમજ 45 દિવસ સુધી VVPATની રસીદ સુરક્ષિત રહેશે. ઉમેદવારોની સહી સાથે રસીદ સુરક્ષિત રહેશે. ફરી બેલેટ પેપરથી ચૂંટણી નહીં થાય અને ઉમેદવારો પાસે EVMના માઈક્રો કંટ્રોલર પ્રોગ્રામની તપાસનો વિકલ્પ રહેશે. VVPAT વેરિફિકેશનનો ખર્ચ ઉમેદવારે જ ઉઠાવવો પડશે. કોઈપણ સિસ્ટમને જાણ્યા વગર તેના પર અવિશ્વાસ ન કરવો જોઈએ. લોકશાહીનો મતલબ છે વિશ્વાસ અને સોહાર્દ છે. અમે ચૂંટણી પ્રક્રિયા નિયંત્રિત ન કરી શકીએ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.