બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / After the death of a Congress MP in the Join Bharat Yatra, the son made serious allegations

નિવેદન / ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ સાંસદના નિધન બાદ પુત્રએ લગાવ્યા ગંભીર આરોપ, તો પપ્પા બચી જાત......

Priyakant

Last Updated: 06:15 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ સાંસદના નિધન બાદ પુત્રએ કહ્યુ, સ્થળ પર હાજર એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સુવિધાઓની ગેરહાજરી

  • ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ સાંસદ ચૌધરી સંતોખ સિંહનું નિધન 
  • મૃતક સંતોખ સિંહના પુત્રએ ડોક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યા 
  • એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સુવિધાઓની ગેરહાજરી: વિક્રમજીત ચૌધરી
  • તમામ આરોપો ખોટા, યાત્રા સાથે જે એમ્બ્યુલન્સ હતી તે SPG માન્ય: ડૉ.રમન શર્મા

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં આજે એક દુ: ખદ ઘટના સામે આવી હતી. વિગતો મુજબ આજે ભારત જોડો યાત્રામાં જોડાયેલા કોંગ્રેસના 76 વર્ષીય સાંસદ ચૌધરી સંતોખ સિંહનું નિધન થયું છે. પ્રાથમિક વિગતો મુજબ તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે તેમના પુત્રએ ડોક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતક સાંસદના પુત્રએ કહ્યું છે કે, જ્યારે તેમના પિતાની તબિયત બગડી ત્યારે તેઓ પમ્પિંગ પર શ્વાસ લઈ રહ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને સાઇડ સ્ટેપ કરીને કહ્યું કે, તે સારી રીતે જાણે છે કે તેને શું કરવાનું છે. તેમણે સ્થળ પર હાજર એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સુવિધાઓની ગેરહાજરી અંગે પણ વાત કરી છે.

મહત્વનું છે કે, સાંસદ ચૌધરી સંતોખ સિંહના પુત્ર અને ધારાસભ્ય વિક્રમજીત ચૌધરીએ આરોપો લગાવ્યા હતા કે, ડોક્ટરોની ટીમ પાસે ઈમરજન્સી શોક આપવા માટે કોઈ સાધન નથી. ડોક્ટરો ભારે ગભરાઈને પિતાને સાથે લઈ ગયા. બીજી તરફ આ ગંભીર આરોપો બાદ જલંધરના સિવિલ સર્જન ડૉ.રમન શર્માએ કહ્યું છે કેમ આ સંપૂર્ણપણે ખોટો આરોપ છે. તેમણે કહ્યું કે, યાત્રા સાથે જે એમ્બ્યુલન્સ ચાલી રહી હતી તે એસપીજી માન્ય છે. 

શું કહ્યું મૃતક સાંસદના પુત્ર વિક્રમજીત ચૌધરીએ ? 
કોંગ્રેસ નેતા અને જલંધર સાંસદ સંતોખ ચૌધરીનું આજે સવારે ભારત જોડો યાત્રા દરમ્યાન નિધન થયું છે. જે બાદમાં હવે મૃતક સાંસદના પુત્ર વિક્રમજીત ચૌધરીએ ડોક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે તેમના પિતાની તબિયત બગડી ત્યારે તેઓ પમ્પિંગ પર શ્વાસ લઈ રહ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેને સાઇડ સ્ટેપ કરીને કહ્યું કે, તે સારી રીતે જાણે છે કે તેમને શું કરવાનું છે. આ સાથે  એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સુવિધાઓની ગેરહાજરી અંગે પણ વાત કરી છે.

જલંધરના સિવિલ સર્જન ડૉ.રમન શર્માએ શું કહ્યું ? 
કોંગ્રેસ નેતા અને જલંધર સાંસદ સંતોખ ચૌધરીના પુત્ર વિક્રમજીત ચૌધરીના આરોપ બાદ જલંધરના સિવિલ સર્જન ડૉ.રમન શર્માએ પણ કહ્યું કે તમામ આક્ષેપો ખોટા છે. ભારત જોડો યાત્રા સાથે જે એમ્બ્યુલન્સ ચાલી રહી હતી તે SPG માન્ય છે. આ એમ્બ્યુલન્સ પીએમ મોદી સાથે પણ ચાલી હતી. તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સની કોઈ કમી નથી. આ સાથે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, ચૌધરી સંતોખ સિંહને બે વખત શોક આપવામાં આવ્યો હતો. તેમને તરત જ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આ એમ્બ્યુલન્સ સાથે 5 શ્રેષ્ઠ તબીબોની ટીમ પણ દોડી આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેમના પુત્રની સામે જ સંતોખ સિંહને શોક આપવામાં આવ્યો હતો.

શું થયું હતું ભારત જોડો યાત્રામાં ? 
કોંગ્રેસ નેતા અને જલંધર સાંસદ સંતોખ ચૌધરીનું શનિવારે ભારત જોડો યાત્રા દરમિયાન હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. ત્યારબાદ યાત્રા 24 કલાક માટે રોકી દેવામાં આવી. ચૌધરી 76 વર્ષના હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ 15 જાન્યુઆરીએ જાલંધરમાં યોજાનારી તેમની પ્રેસ કોન્ફરન્સ મુલતવી રાખી છે અને હવે 17 જાન્યુઆરીએ હોશિયારપુરમાં યોજાશે. 

પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ જણાવ્યું કે, બે વખત સાંસદ રહી ચૂકેલા ચૌધરી ફિલૌરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની પદયાત્રામાં ભાગ લેતી વખતે બેહોશ થઈ ગયા. બાજવાએ જણાવ્યું હતું કે, ચૌધરીને એમ્બ્યુલન્સ દ્વારા ફગવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, બાદમાં તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. ચૌધરી ફિલૌરની યાત્રામાં જોડાયા હતા પરંતુ થોડા સમય પછી અસ્વસ્થતા અનુભવી અને બેહોશ થઈ ગયા.

રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો 
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૌધરીના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ગાંધીએ ટ્વિટ કરી સંતોખ સિંહ ચૌધરીના આકસ્મિક નિધનથી આઘાત વ્યક્ત કર્યો. રાહુલ ગાંધીએ લખ્યું કે, તેઓ એક તળિયાના મહેનતુ નેતા, ધર્મનિષ્ઠ વ્યક્તિ અને કોંગ્રેસ પરિવારના મજબૂત સ્તંભ હતા જેમણે પોતાનું જીવન યુવા કોંગ્રેસથી લઈને સંસદસભ્ય સુધીની જાહેર સેવામાં સમર્પિત કર્યું હતું. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

સંકળાયેલા મુદ્દાઓ

Bharat jodo yatra જલંધર જલંધર સાંસદ સંતોખ ચૌધરી ભારત જોડો યાત્રા વિક્રમજીત ચૌધરી સંતોખ ચૌધરી હાર્ટ એટેક Bharat jodo yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ