After the air india urinate issue, one more case occures in train from amritsar to kolkatta, TT accused
દેશ /
"વિમાન બાદ ટ્રેનમાં 'પેશાબકાંડ', દારુના નશામાં TTએ મહિલા પર કર્યો પેશાબ, રેલ્વેએ નોકરીમાંથી કાઢી મૂક્યો
Team VTV05:27 PM, 14 Mar 23
| Updated: 06:23 PM, 14 Mar 23
લખનઉમાં અમૃતસરથી કોલકત્તા જતી અકાલ તખ્ત એક્સપ્રેસ ટ્રેનમાં હાજર TTEએ એક મહિલાનાં માથા પર પેશાબ કર્યું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરોપી ટીટીઆને તાત્કાલિક નોકરીથી નિકાળવાનો આદેશ આપ્યો છે.
વિમાન પેશાબકાંડ જેવો બનાવ ટ્રેનમાં
સૂતી મહિલા પર ટીટીએ કર્યો પેશાબ
નશામાં ધૂત ટીટીને લોકોએ માર્યો માર
રાજેશ પોતાની પત્નીની સાથે અકાલ તખ્ત એક્સપ્રેસનાં A1 કોચમાં હતો. રાત્રે 12 વાગ્યે તેમની પત્ની પોતાની સીટ પર સૂતી હતી ત્યારે સહારનપુરમાં પોસ્ટેડ ટીટીઈ મુન્ના કુમારે તેણીનાં માથા પર પેશાબ કર્યું. મહિલાએ જ્યારે ચીસો પાડી ત્યારે તેના પતિ અને અન્ય હાજર યાત્રિકોએ TTEને પકડી પાડ્યો. ત્યારબાદ તેને લખનઉ GRPને સોંપી દીધું. હાલમાં TTEને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયું છે.
TTEને માર્યો માર
કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન યાત્રિકોએ TTEને માર માર્યો હતો. ટીટીઈ નશામાં ધૂત હતો અને તેણે પેશાબ કર્યું. GRP CO સંજીવ નાથ સિન્હાએ જણાવ્યું કે RPF કંટ્રોલ રૂમ અને ટ્વિટરનાં માધ્યમથી પરમદિવસે રાત્રે સૂચના મળી હતી કે એક દંપતી બિહારથી આવી રહ્યાં હતાં અને ચારબાગ રેલ્વે સ્ટેશન પર પહોંચવાથી પહેલાં જ મુન્નાકુમાર નામના ટીટીએ મહિલા ઉપર પેશાબ કર્યું.
IPCની કલમ હેઠળ નોંધાયો કેસ
સંજીવ નાથ સિન્હાએ જણાવ્યું કે પીડિત દંપતીને અટેંડ કર્યું સાથે જ આરોપી ટીટીને ટ્રેનથી પકડીને નીચે ઊતારવામાં આવ્યું અને યોગ્ય કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો. તેમણે આગળ જણાવ્યું કે ટીટીની ઉપર IPCની કલમ 352, 354A અને 509ની અંતર્ગત કેસ નોંધ્યો છે.
TTEની નોકરી ગઈ!
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરોપી ટીટીઆને તાત્કાલિક નોકરીથી નિકાળવાનો આદેશ આપતાં જણાવ્યું કે 'આ પ્રકારની ઘટનાને સહન કરવામાં આવશે નહી. ' ઉત્તર રેલ્વની તરફથી નોટિસ જાહેર કરીને કહેવામાં આવ્યું કે 'રવિવારે રાત્રે ટ્રેનમાં સફર કરી રેલી મહિલાનાં માથા પર ટીટીઈ મુન્ના કુમારે પેશાબ કર્યું હતું. તમારો આ વ્યવહાર મહિલાઓ પ્રતિ અપમાનજનક રહ્યું છે જેનાથી ન માત્ર તમારી પરંતુ સમગ્ર રેલ્વેની પ્રતિષ્ઠા બગડી છે.'
થોડા સમય પહેલા વિમાનમાં બન્યો હતો પેશાબકાંડ
ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના કેબિન ક્રૂને જાણ થઈ હતી કે, ફ્લાઈટમાં એક પેસેન્જર નશામાં હતો. આ દાવો અન્ય સહ-પ્રવાસી સુગાતા ભટ્ટાચારીએ કર્યો છે. તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા શંકર મિશ્રા નામના વ્યક્તિ પર ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાનો આરોપ છે.