બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી અમદાવાદ RTOને બમ્પર કમાણી, 11 દિવસમાં 9900000 ની આવક

કાર્યવાહી / ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી અમદાવાદ RTOને બમ્પર કમાણી, 11 દિવસમાં 9900000 ની આવક

Last Updated: 05:15 PM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસની કાર્યવાહી બાદ અમદાવાદ આરટીઓને રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે.

અમદાવાદ શહેરમાં વધતા જતા અકસ્માતનાં બનાવોને લઈ પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરતા આરટીઓને આવક થવા પામી છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા આરટીઓને 11 દિવસમાં 2600 લોકોએ દંડ ભર્યો હતો. 2600 લોકોએ 99 લાખ ઉપરનો દંડ ભર્યો હતો. બીજી તરફ 100 જેટલા લોકોનાં તમામ પુરાવા મળતા કોઈ દંડ કરાયો ન હતો.

સૌથી વધુ ટુ વ્હીલર ચાલકોને દંડ ફટકારાયો

અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકનાં નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવે છે. 2600 દંડ ભરનારા વાહન ચાલકોમાં 80 ટકા વાહન ચાલકો ટુ વ્હીલર ચાલક છે. તેમજ મોટા ભાગનાં લોકો હેલ્મેટ વગરનાં કેસનાં મેમો આપવામાં આવ્યા હતા.

3 મહિના સુધી લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી

આંકડાકીય વાત કરીએ તો, છેલ્લા 3 મહિનામાં પોલીસ ખાતા તરફથી 3 હજાર અરજીઓ મોકલવામાં આવી છે. જેમાંથી 1300 જેટલી અરજીઓ અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાઈ છે. આ અરજીઓમાંથી સૌથી વધુ કેસ હેલમેટ ન પહેરનાર વાહન ચાલકો માટેની છે. આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે વાહન ચાલકને પહેલા તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે. અને આરટીઓ તરફથી 7 દિવસમાં ખુલાસો માગવામાં આવે છે. ત્યારબાદ 3 મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

વધુ વાંચોઃ અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર, હવે આ સ્ટેશન સુધી દોડશે ટ્રેન

વર્ષ 2023 માં આરટીઓએ લાયસન્સ સસ્પેન્ડ કર્યા

વર્ષ 2023માં સુભાષબ્રિજ આરટીઓ કચેરીએ 700 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 3 મહિનામાં 1300 અરજી મળી છે. જે મોટો આંકડો છે. આ આંકડો દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોને પાળનાર કરતા ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Police Ahmedabad RTO Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ