બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / After Surat, one more district police announced the helpline number for students, the reason will be proud to know

સરાહનીય પહેલ / સુરત બાદ વધુ એક જિલ્લા પોલીસ વિદ્યાર્થીઓની વ્હારે, જાહેર કર્યા હેલ્પલાઇન નંબર, કારણ જાણીને થશે ગર્વ

Vishal Khamar

Last Updated: 04:05 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે બોટાદ પોલીસ દ્વારા જીલ્લાના 20 કેન્દ્રો પર હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

  • બોટાદ ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ 
  • ટ્રાફિકમાં અટવાતા બોર્ડના વિદ્યાર્થીની કરાશે મદદ
  • ટ્રાફિક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો 

પોલીસનું નામ પડતા જ ભલભલાના હાજા ગગડી જાય પણ ખાખીના ખૌફ વચ્ચે પણ ખાખી વર્દીમાં માણસાઈ સાથે માનવતાની અલગ જ કાર્યશૈલી છૂપાયેલી હોય છે ને આવી જ માનવતા ભરી કામગીરી બોટાદ જિલ્લા પોલીસે આરંભ કરીને પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાની અનુભૂતિ બોટાદના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

પોલીસ દ્વારા  વિદ્યાર્થીઓની મદદ કરવામાં આવશે
આવતીકાલથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાને લઈને બોટાદ પોલીસ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન  બસની અગવડતા કે રસ્તામાં કોઈ વાહન બંધ પડી ગયું હોય તો પોલીસ દ્વારા  વિદ્યાર્થીઓની મદદ કરવામાં આવશે.  
બોટાદ પોલીસ દ્વારા જીલ્લાના 20 કેન્દ્રો પર હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
આવતીકાલથી જ બોર્ડની પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે.  ત્યારે વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ના પડે ને કોઈપણ પ્રકારની આપત્તિ ના આવે તે માટે બોટાદ જિલ્લાના 20 કેન્દ્રો માટે બોટાદ પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને બસની અગવડતા કે રસ્તામાં કોઈ વાહન બંધ પડી ગયું હોય ને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે તેવું લાગે તો વિદ્યાર્થીઓએ કંટ્રોલ રૂમનાં નંબર પર ફોન કરતા પોલીસ દ્વારા તેઓ માટે સ્પેશ્યલ વ્યવસ્થા કરવામાં આવશે.
 

 હેલ્પલાઈન નંબર પણ જાહેર
બોટાદ પોલીસે 3 નંબર જાહેર કર્યા છે. આ નંબર પર 7043434312, 7433975910, 02849 231401 કોલ કરવાથી બોટાદ પોલીસ તંત્ર વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું છે ને એ જગ્યા પર પોલીસની વાન પહોચી જાય તેવી સુંદર વ્યવસ્થા બોટાદ પોલીસે કરીને પોલીસ પ્રજાનો મિત્ર હોવાનુ સૂત્ર ખરા અર્થમાં સાર્થક કર્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ