બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / After Surat, even in this city, masks will be given instead of penalties for not wearing masks
Shyam
Last Updated: 12:03 AM, 28 March 2021
ADVERTISEMENT
સુરતમાં માસ્કના નિયમોના વિરોધાભાસ વચ્ચે વડોદરા પોલીસે પહેલ કરી છે. વડોદરામાં માસ્ક ન પહેરવા પર દંડ કરવાને બદલે માસ્ક આપવામાં આવી રહ્યા છે. સુરત પોલીસે હાથ ધરેલા અભિયાનમાંથી પ્રેરણા લેવામાં આવી છે. વડોદરા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 1 લાખથી વધુ નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. સયાજીગંજ પોલીસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા થ્રી લેયર સર્જીકલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
માત્ર બે કલાકમાં જ 1 હજાર લોકોને માસ્કનું વિતરણ કરાયું હતું. સાથે જ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરી હતી. જો કે વડોદરા પોલીસે માસ્ક ન પહેરવાને લઇ સ્પષ્ટતા કરી છે. પહેલી વખત માસ્ક વગર લોકો પકડાશે તો માસ્ક આપશે અને બીજી વખત પકડાશે તો દંડ ફટકારવાનું નક્કી કર્યું છે.બીજી વખત માસ્ક ન પહેરનારા પાસેથી 1 હજારનો દંડ વસૂલ કરવામાં આવશે.
વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અને કોરોનાના વધતા કેસોને લઇ વિનોદ રાવે કહ્યું કે, વડોદરામાં મેડિકલ કોલેજમાં 1500 વધુ બેડ ઉભા કરાશે. વડોદરામાં હજુ 280 વેન્ટિલેટર ખાલી છે. શહેરમાં 4225 કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. 7200 પૈકી 3000 બેડ હજુ શહેરની હોસ્પિટલોમાં ખાલી છે. વડોદરામાં કુલ 150 કોવિડ કેર હોસ્પિટલ છે. જે 150 પૈકી 20 ખાનગી હોસ્પિટલો જ હાઉસફુલ છે. સાથે જ તેમને કહ્યું કે દર્દીઓ એ જ હોસ્પિટલમાં જવા આગ્રહ ન રાખે. વડોદરા તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.