બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 05:16 PM, 10 December 2023
ADVERTISEMENT
સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ હત્યારાઓએ પોતાના સાથી નવીન શેખાવતની પણ હત્યા કરી હતી. સૌથી મોટો સવાલ એ હતો કે હત્યારાએ તેમના જ સાથી નવીનની કેમ હત્યા કરી નાખી હતી હવે હત્યારાઓએ પોલીસ પૂછપરછમાં તેનો ખુલાસો કર્યો છે.
Sukhdev Singh Gogamedi murder case shooters arrested by Rajasthan SIT and Delhi Police Special Cell. pic.twitter.com/pSbSSf4eAa
— Dinesh MN IPS (@DineshMNIPS1) December 10, 2023
ADVERTISEMENT
શા માટે શૂટરોએ પોતાના પાર્ટનરને ગોળી મારી?
બંને શૂટરોએ પોલીસને જણાવ્યું હતું કે, નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો. આ ઘટના દરમિયાન નવીન શેખાવતને તેના સાથીઓએ ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બદમાશોએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તેઓ સુખદેવ ગોગામેડી પર ફાયરિંગ કરી રહ્યા હતા, ત્યારે નવીન ડરના કારણે તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બંને શૂટરોએ જણાવ્યું હતું કે તે સમયે કેટલાક સંજોગો ઊભા થયા હતા કે નવીન શેખાવતને ગોળી મારવી પડી હતી. "તમે સીસીટીવીમાં જોઈ શકો છો કે ફાયરિંગ ચાલી રહ્યું હતું ત્યારે નવીન અમને રોકવાનો પ્રયાસ કરે છે.
બંને શૂટરોની ચંદીગઢથી ધરપકડ
રાજસ્થાન પોલીસ દિલ્હી પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં ગોગામેડીના બે હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે શખ્સોની ચંદીગઢથી ધરપકડ કરી હતી. નવીન શેખાવત નામની વ્યક્તિ મારફતે બંને આરોપીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. હુમલાખોરોએ ભાગતા પહેલા નવીન શેખાવતને પણ ઠાર માર્યો હતો.
રાજસ્થાન રવાના કરાયા આરોપીઓને
બંને આરોપીઓ ચંદીગઢમાં છુપાયા હોવાની માહિતી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ પછી, દિલ્હી પોલીસ હેડક્વાર્ટરના વરિષ્ઠ અધિકારીઓએ તેમને તાત્કાલિક દરોડા માટે રવાના થવા જણાવ્યું હતું. તેઓએ ચંદીગઢના સેક્ટર 22 માં દરોડા પાડ્યા હતા જ્યાંથી બે શૂટરો (રોહિત અને નીતિન) અને ઉધમ નામના તેમના એક સાથીને પકડવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કર્યા બાદ તેમને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે.
#WATCH | Delhi: Accused in the Sukhdev Singh Gogamedi murder case being taken away from the Crime Branch Office.
— ANI (@ANI) December 10, 2023
(Visuals from the Crime Branch Office) pic.twitter.com/DUKssjg2dr
નવીન શેખાવતે ગોગામેડીના ઘરની રેકી કરી હતી
બન્ને હત્યારાએ એવું કહ્યું કે નવીન શેખાવત પણ હત્યાના કાવતરામાં સામેલ હતો અને તેણે 1 અઠવાડિયા પહેલા ગોગામેડીના ઘરની રેકી કરી હતી.
રોહિત-નીતિને ગોગામેડી બાદ નવીનને પણ ગોળી મારી હતી
5 ડિસેમ્બરે જ્યારે રોહિત-નીતિને ઘરમાં ગોગામેડીની હત્યા કરી હતી તે પછી તેમણે નવીન શેખાવતને પણ ગોળીઓથી ઉડાવી દીધો હતો અત્યાર સુધી તો એવું કહેવાતું હતું કે નવીન શેખાવત હત્યાથી અજાણ હતો પરંતુ હવે આરોપીઓ તેની સંડોવણી છતી કરી છે.
#WATCH | Visuals from a hotel in Chandigarh from where the Crime Branch of Delhi Police in a joint operation with Rajasthan Police, detained three accused, including the main accused Rohit Rathore and Nitin Fauji in the Sukhdev Singh Gogamedi murder case. pic.twitter.com/j1BaMKlRq6
— ANI (@ANI) December 10, 2023
હત્યાના અઠવાડિયા પહેલા જયપુર આવ્યાં હતા
હત્યાકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ એવું કહ્યું હતું કે નીતિન ફોજી અને રોહિત રાઠોડ હત્યાના થોડા દિવસ પહેલા જયપુર પહોંચ્યાં હતા અને તેમની પાસે અત્યાધુનિક પિસ્તોલ હતી. પોલીસનું કહેવું છે કે હથિયારો પણ ખરીદી લેવામાં આવ્યાં હતા.
5 ડિસેમ્બરે જયપુરમાં થઈ હતી ગોગામેડીની હત્યા
ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બરે જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા થઈ હતી. લોરેન્શ બિશ્નોઈ ગેંગના રોહિતસિંહ રાઠોડ અને નીતિન ફોજી નામના ગુનેગારોએ ઘરમાં જઈને સુખદેવ અને નવીન શેખાવત નામના યુવાનની હત્યા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT