બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / after sukhdev singh gogamedi murder killers also killed their helper naveen singh shekhawat

જયપુર / ગોગામેડી મર્ડરમાં બલિનો બકરો બન્યો નવીન, હત્યારાઓએ ગોળીઓથી વીંધ્યો, તે જ લાવ્યોતો તો કેમ માર્યો?

Hiralal

Last Updated: 08:48 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના પ્રેસિડન્ટ સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં થયેલા મર્ડરમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે.

  • જયપુરમાં સુખદેવસિંહ ગોગામેડી મર્ડર કેસમાં મોટો ટ્વિસ્ટ
  • નવીન શેખાવત નામનો દુકાનદાર બે હત્યારાને ઘરમાં લાવ્યો હતો
  • ગોગામેડી પર ફાયરિંગ બાદ હત્યારાએ નવીનને પણ ગોળી મારી દીધી 

મંગળવારે બપોરે રાજસ્થાનના જયપુરમાં  કરણી સેનાના પ્રેસિડન્ટ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ 2 શખ્સોએ ગોળીઓથી હત્યા કરી નાખી હતી. આ સનસનીખેજ હત્યામાં હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. હકીકતમાં જયપુરમાં કાપડની દુકાન ચલાવનાર નવીન શેખાવત નામનો યુવાન બે શખ્સોને સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં લાવ્યો હતો. નવીન શેખાવત અને બે હત્યારા કારમાં આવ્યાં હતા અને ઘેર આવીને ગોગામેડીના સિક્યુરીટી મેનને કહ્યું કે અમારે તેમને મળવું છે, આ પછી તેઓ ત્રણેય અંદર આવ્યાં હતા. લગભગ 10 મિનિટ વાતચીત બાદ બે હત્યારા ઊભા થઈને ગોગામેડી પર ફાયરિંગ કરવાનું શરુ કર્યું હતું તેમાં એક જણાએ નવીનને પણ ગોળી મારી દીધી હતી. 

શું બોલ્યાં જયપુરના પોલીસ કમિશનર 
જયપુરના પોલીસ કમિશનર બીજુ જોસેફ જ્યોર્જે મીડિયાને જણાવ્યું હતું કે ત્રણ શખ્સો ગોગામેડીના ઘરે ગયા હતા અને તેમના સુરક્ષા ગાર્ડને કહ્યું હતું કે તેઓ તેમને મળવા માગે છે. રક્ષકો તેમને અંદર લઈ ગયા અને તેઓએ તેમના પર ગોળીબાર કરતા પહેલા 10 મિનિટ સુધી ગોગામેડી સાથે વાત કરી. હુમલાખોરોમાંથી એક, જેની ઓળખ નવીનસિંહ શેખાવત તરીકે થઈ હતી, તે પણ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો, અન્ય બે સ્કૂટી પર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જે તેઓએ ગોગામેડીના ઘરની બહાર એક વ્યક્તિ પાસેથી આંચકી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હોવાનું કમિશનરે જણાવ્યું હતું. અમે અન્ય બે આરોપીઓને ઓળખવા અને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હત્યાની યોજનામાં સામેલ લોકો પણ પકડાશે. પ્રાથમિક માહિતી મુજબ નવીન શેખાવત એક દુકાન ચલાવતો હતો.

ગોગામેડીની હત્યા બાદ નવીન શેખાવતને પણ ગોળી મરાઈ 
સુખદેવ સિંહ ગોગામેડી રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. ગોગામેડીની હત્યા બાદ કથિત રીતે જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરોને લાવનાર નવીન અગાઉ ગોગામેડીનો ગનર હતો. તે હુમલાખોરોને ગોગામેડીને મળવા માટે તેમના ઘરે લાવ્યો હતો. હત્યા પહેલા ગોગામેડીએ હુમલાખોરોને નાસ્તો આપ્યો હતો. પહેલા ગોગામેડીને ગોળી માર્યા બાદ તે હુમલાખોરોએ નવીન સિંહ શેખાવતની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પરથી એવું માનવામાં આવે છે કે હત્યારાઓ કોઇ બીજાના ઇશારે હત્યા કરવા આવ્યા હતા, તેમણે નવીનને પ્યાદું બનાવીને આ હત્યાને અંજામ આપ્યો છે. 

ગોગામેડીની હત્યાથી રાજસ્થાનમાં ચકચાર 
રાજસ્થાાનમાં નવી સરકારની રચનાના મનોમંથનની વચ્ચે જ એક મોટી હત્યાથી સનસનાટી મચી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની રાજધાની જયપુરમાં આજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્કૂટી પર આવેલા 3 બદમાશો મળવાને બહાને સુખદેવસિંહના ઘેર આવ્યાં હતા અને તેમની સાથે સોફા પર બેસીને 10 મિનિટ સુધી વાતો કરી હતી ત્યારે બાદ 2 જણાએ ઉઠીને સુખદેવસિંહ અને તેમના ગનમેન પર 12થી વધુ ગોળીઓ ચલાવી હતી જેમાં સુખદેવસિંહ સોફા પર ઢળી પડ્યાં હતા અને ત્યાં જ તેમનું મોત થયું હતું. હુમલા બાદ સુખદેવસિંહને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ મૃત જાહેર કરાયા હતા. સુખદેવ સિંહ પર ફાયરિંગની માહિતી મળતા જ સમગ્ર પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Sukhdev Singh Gogamedi killing Sukhdev Singh Gogamedi murder સુખદેવસિંહ ગોગામેડી મર્ડર Sukhdev Singh Gogamedi murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ