બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:05 PM, 11 April 2022
ADVERTISEMENT
નેપાળની સેન્ટ્રલ બેંકે મોંધી અથવા લક્ઝરી વસ્તુઓની આયત પર પ્રતિબંધ
નેપાળની સેન્ટ્રલ બેંકે એક મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્કે વાહનો અને કોઈપણ મોંઘી અથવા લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં નેપાળમાં રોકડની અછતની સાથે વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે બેંકે આ મોટો નિર્ણય લેવો પડ્યો છે. નેપાળની કેન્દ્રીય બેંક 'નેપાલ રાષ્ટ્ર બેંક' એ ગયા અઠવાડિયે અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ સૂચનાઓ જારી કરી હતી.
ADVERTISEMENT
આયાતમાં વધારો થવાથી અર્થવ્યવસ્થામાં કટોકટીના સંકેતો દેખાઈ રહ્યાં છે
આ જાહેરાત પછી, NRBના પ્રવક્તા ગુણાખર ભટ્ટે કહ્યું, "અમે અર્થવ્યવસ્થામાં કોઈપણ પ્રકારની કટોકટીનાં સંકેતો જોઈ રહ્યા છીએ જેનું મુખ્ય કારણ આયાતમાં વધારો છે." એટલા માટે અમે તે વસ્તુઓની આયાત બંધ કરવાનું વિચારી રહ્યા છીએ જેની તાત્કાલિક જરૂર નથી.
નેપાળની વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો
ઉલ્લેખનીય છે કે, પાડોશી દેશ શ્રીલંકાની જેમ નેપાળની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે. આયાતમાં વધારો, પ્રવાસન અને નિકાસમાંથી આવકનો અભાવ અને ચૂકવણીના પ્રવાહમાં ઘટાડો થવાને કારણે જુલાઈ 2021 થી નેપાળમાં વિદેશી હૂંડિયામણની અનામતો ઘટી રહી છે. સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ફેબ્રુઆરી 2022 સુધીમાં દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 17 ટકા ઘટીને $9.75 બિલિયન થઈ ગયો છે.જે જુલાઈ, 2021ના મધ્ય સુધીમાં $11.75 બિલિયન હતું. જો કે નેપાળના નાણામંત્રી જનાર્દન શર્માએ આશ્વાસન આપ્યું હતું કે દેશ શ્રીલંકાના રસ્તે નથી જઈ રહ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel-Iran conflict / ઈરાનનો ઈઝરાયલ પર વળતો પ્રહાર, છોડી સેંકડો મિસાઈલ, તેલ-અવીવ સહિતના શહેરો હચમચી ઉઠ્યાં
યુદ્ધસ્ય કથા રમ્યા / ઇઝરાયેલને રોકો, વિશ્વ સળગાવી રહ્યા છે નેતન્યાહૂ, હુમલા બાદ ખોફમાં તુર્કી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT