After spat with Virat Kohli, umpire Nigel Llong damages door
આઇપીએલ /
વિરાટ સાથે ઝઘડા બાદ એમ્પાયરે તોડી નાંખ્યો દરવાજો
Team VTV09:52 AM, 07 May 19
| Updated: 09:54 AM, 07 May 19
આઇપીએલમાં એમ્પાયલ પણ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. RCBની એક મેચમાં જ્યારે એમ્પાયર નીઝલ લૉન્ગએ નોબૉલ આપવામાં ભૂલ કરી દીધી, તો પછી વિરાટ કોહલી અને બોલર ઉમેશ યાદવે એમની સાથે ઝઘડો કર્યો. આ ઝઘડા બાદ નીઝલ લૉન્ગને ગુસ્સો એટલો આવી ગયો કે એમને મેદાનની બહાર જઇને એમ્પાયર રૂમનો દરવાજો તોડી નાંખ્યો.
આઇપીએલના આ 12માં સત્રમાં ખેલાડીઓ અને એમ્પાયરોની વચ્ચે સંબંધ વધારે કઠોર થતા જઇ રહ્યા છે. તાજો મામલો ઇંગ્લિશ એમ્પાયર નીઝલ લૉન્ગના ગુસ્સાતી જોડાયેલો છે. એમ, ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર એક મેચ દરમિયાન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને એમ્પાયલ લૉન્ગની વચ્ચે વિવાદ થઇ ગયો. આ ઝઘડા બાદ એમ્પાયર લૉન્ગ એટલો નાારાજ થઇ ગયો કે એ હૈદરાબાદની ઇનિંન્ગ બાદ એમ્પાયર રૂમમાં પહોંચ્યા તો, એમને પોતાનો ગુસ્સો નિકાળવા માટે એમ્પાયર રૂમના દરવાજા પર જ લાત મારી દીધી. ગુસ્સે ભરાયેલ લૉન્ગની લાત એવી ફાસ્ટ હતી કે એમ્પાયર રૂમનો દરવાજો જ ડેમેજ થઇ ગયો.
આ કેસ ગત શનિવાર એટલે કે 4 મે નો છે, જ્યારે રૉયલ ચેલેન્જર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડની પોતપોતાની મેચ રમી રહી હતી. એ દરમિયાન એમ્પાયર નીઝલ લૉન્ગએ RCBના ફાસ્ટ બોલર ઉમેશ યાદવની એક બોલને નોબૉલ કરાર આપ્યો. 50 વર્ષના નીઝલ લૉન્ગ આઇસીસીના એલીટ પેનલમાં સામેલ છે.
પરંતુ આ વખત અનુભવી એમ્પાયર લૉન્ગથી ભૂલ જરૂરથી થઇ ગઇ, જ્યારે ટીવી રિપ્લેમાં ફુટેજ સામે આવી તો મમાલો સ્પષ્ટ થઇ ગયો કે ઉમેદ યાદવનો પાછળનો પગ લાઇનની પાછળ પડ્યો હતો. મેદાનમાં લાગેલી સ્ક્રીન પર રિપ્લે જોયા બાદ ઉમેદ યાદલ અને વિરાટ કોહલીએ એમ્પાયરના આ નિર્ણયનો વિરોધ કર્યો. જો કે એમ્પાયરે આ નિર્ણય પાછો ના લીધો.
જો કે બાદમાં લૉન્જે કર્ણાટક ક્રિકેટ એસોસિએશન સાથે વાત કરી અને નુકસાન ભરપાઇ માટે 5000 રૂપિયા પણ આપ્યા.