સહાય / સોનુ સૂદ બાદ હવે અમિતાભ બચ્ચનએ પ્રવાસી મજૂરો માટે બસની વ્યવસ્થા કરી, રોજ આ નેક કામ કરી રહ્યાં છે બિગ બી

after sonu sood Amitabh Bachchan arranges buses for migrant labourers of Uttar Pradesh due to lockdown

કોરોના વાયરસ મહામારીને કારણે લોકડાઉનમાં બોલિવૂડ સ્ટાર્સ ફ્રંટલાઈન વોરિયર્સ બનીને જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યાં છે. ત્યારે સોનુ સૂદ પ્રવાસી મજૂરો માટે દેવદૂત બન્યો છે અને તેમને પોતાના વતન પહોંચાડવા માટે તમામ શક્ય પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે હવે સદીના મહાનાયક અભિતાભ બચ્ચનનું નામ પણ આ લિસ્ટમાં સામે થઈ ચૂક્યું છે. સોનુ સૂદ બાદ હવે બિગ બી પણ પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે હવે બિગ બીએ 10 બસની વ્યવસ્થા કરીને મજૂરોને વતન મોકલશે.

બ્રેકિંગ ન્યૂઝ