બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સ્ત્રી 2 બાદ હવે બોક્સ ઓફિસ પર GOATનો દબદબો, ચોથા દિવસે કરી છપ્પરફાડ કમાણી
Last Updated: 07:23 PM, 8 September 2024
તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ (GOAT) દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. વિશાળ બજેટની ફિલ્મ 'ગોટ'માં વિજય ડબલ રોલમાં જોવા મળે છે.
ADVERTISEMENT
આ તમિલ ફિલ્મને નિર્દેશક વેંકટ પ્રભુએ ડિરેક્ટ કરી છે. થલાપતિ વિજયની ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે. 'ગોટ'એ ભારતમાં માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ચોથા દિવસે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. ચાલો તમને જણાવીએ કે રવિવારે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરી રહી છે.
ADVERTISEMENT
'ગોટ' એ રવિવારે આટલી કમાણી કરી
થલાપતિ વિજયની આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવી હતી. દક્ષિણમાં ઘણી જગ્યાએ ફિલ્મના શો વહેલી સવારે ચાર વાગ્યાથી શરૂ થાય છે. રવિવાર ફિલ્મનો ચોથો દિવસ છે જેણે થિયેટરોમાં પહેલા ત્રણ દિવસમાં સારી કમાણી કરી છે. સૈકનિલ્કના અહેવાલ અનુસાર ગોટએ તેની રિલીઝના ચોથા દિવસે (રવિવાર, 8 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યા સુધી 21.28 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધુ છે.
'ગોટ' રૂ. 150 કરોડ તરફ આગળ વધી રહી છે
થલાપતિ વિજયની ફિલ્મે 5મી સપ્ટેમ્બરે તેના શરૂઆતના દિવસે ભારતમાં રૂ. 44 કરોડનું મજબૂત કલેક્શન કર્યું હતું. ફિલ્મે બીજા દિવસે 25.5 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 33.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે જ 'ગોટ'એ ઇડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
હવે રવિવારની 21.28 કરોડની કમાણી સાથે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 124.28 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 'ગોટ'ની નજર હવે 150 કરોડના આંકડા પર છે.
આ પણ વાંચોઃ 5 લોકો માટે ઝેર સમાન છે આ લીલું શાકભાજી, ખાતા હોય તો બંધ કરી દેજો, જીવ પર આવી બનશે
હિન્દી વર્ઝનનું કલેક્શન 5 કરોડથી વધુ
'ગોટ'નું તમિલ વર્ઝન સૌથી વધુ કમાણી કરી રહ્યું છે. હિન્દી વર્ઝનની વાત કરીએ તો ગોટના હિન્દી વર્ઝનએ ત્રણ દિવસમાં 5.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હિન્દી વર્જનએ શરૂઆતના દિવસે 1.85 કરોડ રૂપિયા, બીજા દિવસે 1.4 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 2.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા છે અને વિજયે તેના માટે 200 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.