આ વાંચીને રૂંવાડા ઊભાં થઈ જશેઃ માતાએ દીકરાના શરીરમાંથી 130 લિટર લોહી કાઢી લીધું

By : vishal 07:14 PM, 09 February 2019 | Updated : 07:14 PM, 09 February 2019
ડેનમાર્કમાં એક મહિલાને તેના પૂત્રના શરીરમાંથી નિયમિત લોહીં કાઢવાથી ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે મહિલાને પાંચ વર્ષનમાં દરરોજ અડધો લિટર એટલે કે, 500 ગ્રામ (પાંચ વર્ષમાં 130 લિટર) લોહી કાઢવા પર ગુનેગાર ઠેરવી ચાર વર્ષ જેલની સજા ફટકારી છે. 

મળતી માહિતી મુજબ, 36 વર્ષીય ગુનેગાર મહિલા વ્યવસાયે નર્સ હતી, જેણે તેનો પુત્ર 11 મહિનાનો થયો ત્યારથી લોહી કાઢવાનું ચાલુ કરી દીધું હતું. માં'ની મમતા અને માનવતા લજવતુ આ કારનામું પાંચ વર્ષ ચાલ્યું. જો કે, ગુનેગાર સાબિત થયા બાદ મહિલાએ કહ્યું કે, તે હર્નિગ સ્થિત વેસ્ટર્નની જીલ્લા કોર્ટની સુનાવણી નિર્ણય બાદ ઉપરી અદાલતમાં નહીં જાય. 

કોર્ટમાં મહિલાએ જણાવ્યું કે, આ એક એવો નિર્ણય, જે જાણી જોઇને મે નથી લીધો, મને ખબર જ ન રહી કે, આવુ કરવાનું મે ક્યારથી ચાલું કરી દીધું, આવુ કરવાનો મને કોઇ અધિકાર નહોતો. મે દરરોજ લોહી કાઢીને ટોયલેટમાં ફેકી દીધું અને સુઇને કચરાના ડબ્બામાં.

તમને જણાવીએ કે, આ મહિલાના પુત્રની ઉમર અત્યારે સાત વર્ષની છે, તે હાલ તેના પિતા જોડે રહે છે. આ છોકરો બિમાર રહેતો હતો, સાત વર્ષ વિતી ગયા છતાં ડોક્ટરો અને તેમની સિસ્ટમને એ ખબર ન પડી કે, આ છોકરાના શરીરમાં લોહી કેમ આટલું કમ માત્રામાં છે. 

આ છોકરાની બિમારી જાણવા અને તેને બચાવવા તેના શરીરમાં 110 વાર લોહીં ચડાવવામાં આવ્યું છતાં કંઇ પરીણામ ન આવ્યું. આખરે ડોક્ટરોને આ છોકરાની માં પર શક થયો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. પોલીસ રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર 2017 માં આ આરોપી મહિલાને બ્લડ પેકેટ સાથે રંગેહાથ પકડવામાં આવી. 

જ્યારે કોર્ટમાં માનસિક તબીબોએ જણાવ્યું કે, મહિલા મુનચૂસન સિંડ્રોમથી પિડીત છે. આ એક દુર્લભ પરિસ્થિતિ હોય છે. જેમાં એક વ્યક્તિની બીમારી બીજા વ્યક્તિનો શિકાર કરે છે. Recent Story

Popular Story