બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:24 AM, 16 April 2025
મુંબઇ પોલીસ કંટ્રોલને એક ધમકીભર્યો કોલ મળ્યો છે. જેમાં આખા મુંબઇ શહેરને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ફોન કરનાર શખ્સે ખુદને ડી.કંપનીનો માણસ હોવાની ઓળખ આપી છે.. મહત્વનું છે કે ડી.કંપનીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ લીડ કરે છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે દેશમાં આ પ્રકારના ધમકીભર્યા કોલ અને ઇમેઇલ મળવાનો સિલસિલો યથાવત છે.. ગઇકાલે અયોધ્યાના રામ મંદિરને બોંબથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી.
અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો.. આ મેઇલમાં રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ધમકીભર્યા મેઈલમાં લખ્યું હતું, મંદિરની સુરક્ષા વધારો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટા ષડયંત્રની ધમકી આપવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લેતા રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.. હાલમાં અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IMDનું એલર્ટ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 24 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
સુરક્ષા એજન્સીઓની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેઇલ તમિલનાડુથી મોકલવામાં આવ્યા છે. હવે સાયબર સેલે આ મેઇલ્સની તપાસ શરૂ કરી દીધી છે, જેથી મેઇલ મોકલનારની ઓળખ કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.