બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન બાદ હવે તેના અંગત બોડીગાર્ડની પણ ધરપકડ, મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા
Last Updated: 02:21 PM, 13 December 2024
Allu Arjun Arrested : 'પુષ્પા 2' ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કર્યા બાદ હવે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અલ્લુ અર્જુનની ધરપકડ બાદ હવે અલ્લુ અર્જુનના બોડીગાર્ડની પણ ધરપકડ કરાઇ છે. નોંધનિય છે જે, 4 ડિસેમ્બરે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે એક બાળક બેભાન થઈ ગયું હતું તે કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. નાસભાગ કેસમાં ધરપકડ કરાયેલા અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
ADVERTISEMENT
તેલંગાણા: સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ, હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવાતો વીડિયો#alluarjunarrest #alluarjunarrested #AlluArjun #Tamilnews #Pushpa2TheRule #rashmikamandanna #gujaratinews #vtvgujarati pic.twitter.com/f1Qbd4FQ82
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 13, 2024
અલ્લુ અર્જુનના બોડીગાર્ડની પણ ધરપકડ
ADVERTISEMENT
અલ્લુ અર્જુન બાદ હવે તેના અંગત બોડીગાર્ડ સંતોષની પણ 4 ડિસેમ્બરે હૈદરાબાદ સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના મામલે પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદમાં અલ્લુ અર્જુનનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ પછી તેને મેડિકલ ચેકઅપ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો છે.
અલ્લુ અર્જુનના સસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. તેના સસરા હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. 4 ડિસેમ્બરના નાસભાગ કેસમાં અલ્લુને પૂછપરછ માટે અહીં લાવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT