રાજકોટમાં દારૂની મહેફિલો અને વેચાણ મામલે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાઓ છે, ત્યારે હવે પ્રજાના પ્રયાસથી પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસતંત્ર દ્વારા સ્પેશ્યલ ઓપરેશન કરીને રાજકોટમાંથી દારૂના અડ્ડાના સફાયાની મુહિમ ચલાવાઈ રહી છે. બે દિવસમાં પોલીસે 150 જગ્યાએ રેડ પાડી છે.
36 ટીમ, 42 અધિકારીઓ અને 325 પોલીસકર્મીઓ સામેલ
જાહેર જનતાને માહિતી આપવા પોલીસનો નંબર જાહેર કરવામાં આવ્યો
માત્ર બે જ દિવસમાં 150થી પણ વધુ જગ્યાએ પોલીસ દરોડા
રાજકોટમાં જનતાના પ્રયાસોથી પોલીસની ઊંઘ ઉડી છે અને દારૂની બદી દૂર કરવા પોલીસે નવો એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં દારૂના દરેક અડ્ડાઓ પર 42 અધિકારીઓ, 325 પોલીસકર્મીઓ દરોડા કરશે. દારૂના અડ્ડા પર દરોડા માટે 36 ટીમોની રચના કરવામાં આવી છે. બે દિવસમાં પોલીસે 150 કરતા વધુ રેડ કરી છે. જાહેર જનતાને માહિતી આપવા પોલીસનો નંબર જાહેર કરાયો છે.
શું છે પોલીસનો એકશન પ્લાન
દારૂના રાક્ષસને નાથવા પોલીસે ખાસ ઓપરેશનના ભાગ રૂપે આખી રૂપરેખા તૈયાર કરીને એકશનપ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં 36 ટીમ બનાવાઈ છે. 42 અધિકારીઓ અને 325 પોલીસકર્મીઓ સતત આ માટે કામ કરી રહ્યા છે અને માત્ર બે જ દિવસમાં 150થી પણ વધુ જગ્યાએ પોલીસ દરોડા પાડી ચૂકી છે.
જાહેર જનતા માટે પોલીસે જાહેર કર્યા નંબરો
જાહેર જનતાને માહિતી આપવા પોલીસનો નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના ઉપર જનતા સીધી પોલીસને દારૂ અંગેની ચાલતી પ્રવૃત્તિ અંગે માહિતી પૂરી પાડી શકશે. જેમાં પોલીસ કન્ટ્રોલ 0281-2457777 પર જનતા જાણ કરી શકશે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના 02812444165 નંબર ઉપર આપી શકે માહીતી આપી શકે છે
(તસવીર- ફાઈલ ફોટો છે)