બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:53 PM, 9 August 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદ ઈન્ટેલિજન્સ બ્યુરો સતર્ક થઈ ગયું છે. રાજસ્થાનના ડીગ જિલ્લામાંથી બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંનેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને આરોપીઓ સાયબર ફ્રોડમાં પણ સામેલ છે.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપવાના મામલે આઈબીની ત્રણ સભ્યોની ટીમે રાજસ્થાનના ડીગ જિલ્લામાં દરોડા પાડીને બે યુવકોની ધરપકડ કરી છે. ધરપકડ બાદ બંને યુવકોને પહાડી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આરોપી યુવકના નામ રાહુલ મેવ અને શાકિર મેવ હોવાનું સામે આવ્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને યુવકો સાયબર ફ્રોડમાં પણ સામેલ છે. પીએમ મોદીને ઈન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી.
વધું વાંચોઃ'કેન્દ્ર કે કોઈ પણ રાજ્ય સરકાર અનામતના ...', અનામત મુદ્દે MP વિનોદ ચાવડાની સ્પષ્ટતા
IBએ આ રીતે પકડ્યા
તમને જણાવી દઈએ કે જે વ્યક્તિના ફોનથી પીએમને ધમકી આપવામાં આવી હતી, તેણે રાજસ્થાનના દહાના ગામમાં ફોન દ્વારા અન્ય વ્યક્તિનો પણ સંપર્ક કર્યો હતો. આ માહિતી મળ્યા બાદ આઈબીની ટીમે દરોડો પાડીને આ બંને યુવકોની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન પહાડી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ પણ આઈબીની સાથે હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.