બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / after out to t20 world cup 2022 team india jasprit bumrah disappointing message goes viral
Arohi
Last Updated: 03:26 PM, 4 October 2022
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને બેકમાં ઈજા પહોંચવાના કારણે T20 વર્લ્ડ કપમાંથી પહેલા જ બહાર થવું પડ્યું છે. પરંતુ વર્લ્ડ કપથી બહાર થવા પર પહેલી વખત બુમરાહનું નિવેદન સામે આવ્યું છે. બુમરાહ વર્લ્ડ કપમાં ન રમી શકવાના કારણે ખૂબ જ નિરાશ છે અને તેને લઈને તેનું દુઃખ પણ છલક્યું છે.
શેર કર્યો મેસેજ
બુમરાહે વર્લ્ડ કરથી બહાર થયા બાદ પહેલી વખત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા પોતાની વાત મુકી છે. તેમણે ફેન્સ માટે દિલ જીતી લે તેવો મેસેજ શેર કર્યો છે. બુમરાહે કહ્યું હતું કે તે ખૂબ જ નિરાશ છે. પરંતુ ટીમને સપોર્ટ કરતો રહેશે.
ADVERTISEMENT
I am gutted that I won’t be a part of the T20 World Cup this time, but thankful for the wishes, care and support I’ve received from my loved ones. As I recover, I’ll be cheering on the team through their campaign in Australia 🇮🇳 pic.twitter.com/XjHJrilW0d
— Jasprit Bumrah (@Jaspritbumrah93) October 4, 2022
ખૂબ દુઃખી છું કારણ કે...
બુમરાહે મંગળવારે ટ્વીટ કહ્યું, "હું ખૂબ જ દુઃખી છું. કારણ કે આ વખતે ટી20 વર્લ્ડ કપનો ભાગ નહીં બનું. પરંતુ મારા પ્રિયજનો પાસેથી મને જે શુભકામનાઓ અને સપોર્ટ મળી રહ્યો છે. તેનો હું આભારી છું. જેવો હું ઠીક થઈ જઈશ. તેવું ઓસ્ટ્રેલિયામાં પોતાના અભિયાનમાં જારી રહેનાર ટીમ ઈન્ડિયાને ચીયર કરીશ."
BCCIની આશાને લાગશે મોટો ઝટકો
ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે કહ્યું હતું કે બુમરાહ આઈસીસી T20 વર્લ્ડ કપમાં નહીં રહી શકે જે ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. બુમરાહની અનુપસ્થિતિ નિશ્ચિત રીતે ઓસ્ટ્રેલિયામાં ભારતની સંભાવનાઓને પ્રભાવિત કરશે. કારણ કે ડેથ ઓવરની બોલિંગ હાલ ટીમ માટે ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે.
આ બોલર નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર કરાવી રહ્યો છે અને બીસીસીઆઈ તેના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ આ નક્કી ન હતું કે આવતા ઘણા મહિનાઓ સુધી ક્રિકેટ નહીં રમવામાં આવે. બુમરાહને પીઠમાં દુખાવાના કારણે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ વર્તમાન ટી20 સીરીઝથી બહાર થવું પડ્યું હતું.
ચારથી છ મહિનાઓ સુધી બહાર રહેવું પડે છે
બુમરાહ પહેલા પણ પીઠ દર્દથી પરેશાન રહ્યા છે. તેમણે 2019માં આ કારણે ત્રણ મહિના સુધી બહાર રહેવું પડ્યું હતું. પરંતુ આ વખતે તેમણે ચારથી છ મહિના સુધી બહાર રહેવું પડી શકે છે. બુમરાહે આ વર્ષે ભારતની તરફથી ત્રણ ફોર્મેટમાં પાંચ-પાંચ મેચ, જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની તરફથી તેણે 14 મેચ રમી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT