બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / OMG! Amazonનું પેકેટ ખોલતા જ અંદરથી નીકળ્યો જીવિત કોબ્રા, જુઓ બાદમાં કંપનીએ શું જવાબ આપ્યો
Last Updated: 10:09 AM, 19 June 2024
અત્યારે લગભગ લોકો કોઈ પણ વસ્તુ ખરીદવાનું વિચારીએ તો ઓનલાઈન ઓર્ડર કરી દઈએ છીએ. આવું જ બેંગલુરુમાં રહેતા એક કપલે કર્યું પણ ઓનલાઈન ખરીદી બાદ જ્યારે પાર્સલ ઘરે આવ્યું ત્યારે એમની સાથે ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Karnataka | A couple from Bengaluru found a spectacled cobra in their Amazon package containing an Xbox controller. The snake was stuck to the packaging tape.
— ANI (@ANI) June 19, 2024
(Source: Screengrabs from a viral video) pic.twitter.com/cf69RxuyW7
બેંગલુરુના એક કપલે એવો દાવો કર્યો હતો કે તેમને એમેઝોન પરથી ઓર્ડર કર્યો અને પેકેજની અંદર એક જીવતો કોબ્રા નીકળ્યો હતો. એન્જિનિયર દંપતીએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ પરથી એક્સબોક્સ કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે તેમને પેકેજ મળ્યું ત્યારે પાર્સલ ખોલતાની સાથે જ તેની અંદરથી એક જીવતો સાપ બહાર આવ્યો હતો.
ADVERTISEMENT
In a shocking incident, a family on Sarjapur Road received a live Spectacled Cobra (venomous snake) with their Amazon order for an Xbox controller. #SnakeinAmazonorder pic.twitter.com/T43HzELgRj
— Gaurav Singh (@Gaurav_Shade) June 18, 2024
મળતી માહિતી અનુસાર એમને જણાવ્યું હતું કે, "અમે 2 દિવસ પહેલા અમેઝોન પરથી એક્સબોક્સ કંટ્રોલરનો ઓર્ડર આપ્યો હતો અને પેકેજમાં એક જીવતો સાપ જોવા મળ્યો હતો. પેકેજ સીધું જ ડિલિવરી પર્સન દ્વારા અમને સોંપવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને અમારી પાસે આ વાતને કન્ફર્મ કરનાર સાક્ષીઓ પણ છે.
આગળ માહિતી શેર કરતાં એમને કહ્યું કે, '"આમારા નસીબ એટલા સારા હતા કે એ સાપ પેકેજિંગ ટેપ પર ચોંટી ગયો હતો અને એ કારણે આમારા ઘરમાં કોઈને નુકસાન પહોંચાડી શક્યો નહતો. આટલી મોટી ઘટના બાદ અમે જ્યારે એમેઝોન કસ્ટમર કેરેને કોલ કર્યો એમને અમને 2 કલાકથી વધુ સમય માટે હોલ્ડ પર રાખી મૂક્યા હતા. એ બાદમાં અમે ફોટા અને વીડિયો બનાવીને એમને મોકલ્યા હતા.'
જો કે આ ઘટના બાદ એમેઝોન દ્વારા રિફંડ આપવામાં આવ્યું છે પણ દંપતીનું કહેવું છે કે આવા ઝેરી સાપ સાથે અમારો જીવ જોખમમાં નાખવામાં આવ્યું છે. આ ફક્ત એમેઝોનની બેદરકારી છે. કોબ્રા સાપને સલામત સ્થળે છોડવામાં આવ્યો હોવા છતાં કંપનીનું વલણ સંતોષકારક નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.