બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:41 PM, 13 December 2024
OnePlus એ તાજેતરમાં ભારતમાં રૂ. 6,000 કરોડનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે, જે દેશના લાખો OnePlus સ્માર્ટફોન યૂઝર્સને ફાયદો તો પહોંચાડશે જ, પરંતુ આ રોકાણ દેશની અર્થવ્યવસ્થાને પણ પ્રભાવિત કરશે. OnePlus પછી, અન્ય ચીની કંપનીઓ જેમ કે Xiaomi, Vivo અને Oppo પણ ભારતના બજારમાં મોટા રોકાણ કરવા માટે તૈયાર છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ ઓછો થવા પછી આ કંપનીઓ ભારતમાં તેમના બિઝનેસને વિસ્તૃત કરવા માટે આગળ વધતા જણાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
2020 માં COVID-19 મહામારીની શરૂઆત સાથે જ ભારત અને ચીનની સરહદ પર તણાવ વધી ગયો હતો. આ પછી, ચીનની કંપનીઓ પર સખ્તી વધારી દેવામાં આવી હતી. કેટલીક ચીની કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ પર મની લોન્ડરિંગ અને ટેક્સ ફ્રોડના આરોપો લગાવાયા હતા અને તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. આ પછી, ચીનની બેઝ ધરાવતી બ્રાન્ડ્સે ભારતમાં તેમના રોકાણ પર રોક લગાવી દીધો હતો.
હાલમાં, ETના રિપોર્ટ અનુસાર, OnePlus, Vivo, Xiaomi અને Oppo જેવી ચીની કંપનીઓ હવે ભારતમાં નવા માર્કેટિંગ હેડ અને એક્ઝિક્યુટિવ્સની શોધમાં છે. આ ઉપરાંત, આ કંપનીઓ ભારતના વિતરણ નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં મોટી રકમનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને ગામડાઓ અને નગરો માં, દુકાનો અને વિતરણ નેટવર્કની સારી સેવા ઉપલબ્ધ નથી, જેના કારણે લોકોને ઇ-કોમર્સ વેબસાઈટ્સ પર જ આધાર રાખવો પડતો હતો.
આ પણ વાંચો : સસ્તા ભાવે સોનું ખરીદવાની તક ચુકતા નહીં! ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
OnePlus અને અન્ય ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવતું આ મોટું રોકાણ ભારતના અર્થવ્યવસ્થાને બળ આપશે, અને એજ રીતે, આ રોકાણથી ખરીદનાર ગ્રાહકોને પણ ફાયદો થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.