After Omicron, the now dreaded virus NeoCov was found in South Africa
ચિંતાજનક /
3 પૈકી 1 દર્દીનું થાય છે મોત! ઓમિક્રોન બાદ હવે ખતરનાક 'નિયોકોવ' વાયરસની દસ્તક, વૈજ્ઞાનિકો પણ ફફડી ઉઠ્યા
Team VTV12:40 PM, 28 Jan 22
| Updated: 12:43 PM, 28 Jan 22
કોરોના બાદ નવો વાયરસ NeoCov સાઉથ આફ્રિકામાં જોવા મળ્યો છે. આ વાયરસ ઓમિક્રોન કરતા પણ ભયાનક છે અને 3 પૈકી 1 દર્દીનું આ વાયરસને કારણે મોત થાય છે.
ઓમિક્રોન બાદ હવે નવા વાયરસની એન્ટ્રી
નિયોકોવ વાયરસ સૌથી વધુ ઘાતક
3 પૈકી એક દર્દીનું ખાય છે મોત
કોરોના વાયરસને લઈને વધું એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. ચીનમાં વુહાન શહેરના વૈજ્ઞાનિકો દ્વારા હાલજ એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે NeoCov નામના એક નવો કોરોનાવાયરસ હવે ફેલાયો છે જે પહેલાની વેરિએંટોની સરખામણીએ ઘણોજ ઘાતક છે. આ વાયરસ એટલો ઘાતક છે કે દર 3માંથી 1 દર્દીનું મોત થાય છે.
સાઉથ આફ્રિકામાં મળ્યો નવો વાયરસ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવો કોરોના વાયરસ સાઉથ આફ્રિકામાં મળ્યો છે. રશિયાની ન્યૂઝ એજન્સી સ્પૂતનિકના કહેવા અનુસાર નવો કોરોનાવાયરસનો આ પ્રકાર પહેલા કરતા પણ વધુ ઘાતક અને સંક્રામક છે. સાથેજ તેનો મૃત્યુદર પણ ઘણો વધારે છે.
ચામાચીડિયામાંથીજ જોવા મળ્યો નવો વાયરસ
જોકે એક રિપોર્ટ પ્રમાણે NeoCove નવો વાયરસ નથી અગાઉ 2012 અને 2015માં પશ્ચિમ એશિયાના દેશોમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. SARS-CoV-2 ની જેમજ આ વાયરસનું સંક્રમણ ફેલાય છે. આપને જણાવી દઈએ કે NeoCov વાયરસ પણ ચામાચીડિયાની અંદર જ જોવા મળ્યો હતો. જોકે આ વાયરસ હાલ માત્ર પશુઓમાં જોવા મળ્યો છે.
માણસો પણ સંક્રમિત થઈ શકે છે
બાયોરેક્સિવ વેબસાઈટમાં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું કે NeoCov માણસોને પણ સંક્રમીત કરી શકે છે. વુહાન વિશ્વવિદ્યાલય અને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ ના શોધકર્તા પ્રમાણે નવો કોરોનાવાયરસને માણસોની કોશિકાઓને સંક્રમિત કરવા માત્ર એક મ્યુટેનની જરૂર પડે છે. સ્ટડીમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે નવા વાયરસનું સંક્રમણ જો ફેલાયું તો વધુ પ્રમાણમાં લોકોના મોત થઈ શકે છે. જોકે રશિયાના વાયરોલોજી બાયોટેક્નોલોજી વિભાગે નિયોકોવને લઈને એક નિવેદન આપ્યું જેમા તેમણે કહ્યું કે હાલ આ નવો વાયરસ કોરોનાવાયરસની જેમ માણસોમાં ફેલાવા માટે સક્ષમ નથી.
ઓમિક્રોનનો સબ વેરિએંટ BA.2 40 દેશોમાં ફેલાયો
ઉલ્લેખનીય છે કે હાલ ત્રીજી લહેરમાં વિશ્વ ઓમિક્રોન અને તેના સબ વેરિએંટ BA.2નો સામનો કરી રહ્યું છે. BA.2 સબ વેરિએંટ અત્યાર સુધીમાં વિશ્વના 40 દેશોમાં જોવા મળ્યો છે. યુકેએચએસએના અનુસાર ઓમિક્રોનની તુલનામાં તેનો સબ વેરિએંટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે વધુમાં NeoCov વાયરસની એન્ટ્રી થઈ છે જે એક ચિંતાનો વિષય બન્યો છે.