After Mehsana Paper scandal forest ranger examination in Mysenan school of Narmada
શું કરવું કહો? /
હડકંપઃ મહેસાણા બાદ વધુ એક જિલ્લામાં વનરક્ષક પરીક્ષાની ગેરરીતિ આવી સામે, જાણો શું છે કાંડ
Team VTV08:13 PM, 27 Mar 22
| Updated: 12:02 AM, 28 Mar 22
નર્મદાની માયસેનન શાળા ખાતે પરીક્ષાખંડમાં ઉમેદવારને મોબાઇલ આપી ચોરી કરાવતાની નોધાઇ ફરીયાદ પ્રિન્સિપાલને કરાઇ
નર્મદામાં પણ વનરક્ષણ ની પરીક્ષામાં ગેરરીતિ આવી સામે
નર્મદાની માયસેનન શાળા ખાતે યોજાઇ રહી હતી પરીક્ષા
હાલ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો થયો છે. મહેસાણાના ઉનાવા ગામે આવેલ મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું બાદ હવે નર્મદામાં પણ વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે.
નર્મદામાં પણ પેપરમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ
નર્મદાની માયસેનન શાળામાં પણ આજે વનરક્ષક ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન થયું હતું. પણ મહેસાણાના ઉનાવા બાદ અહી પણ પરીક્ષામાં ખોટું થયાની ફરિયાદ નોંધાઈ છે. પરીક્ષાખંડમાં ઉમેદવારને મોબાઇલ આપી ચોરી કરાવતાની ફરિયાદ લેખિતમાં એક ઉમેદવારે માયસેનન શાળાના પ્રિન્સિપાલને આપી છે. હાલમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપ મુજબ હવે પરીક્ષાખંડ તમામ CCTVના ચેક કરવામાં આવી રહ્યા છે.
2014થી 2022 વર્ષો વિત્યા પણ સિસ્ટમ ન સુધરી
વિકાસશીલ અને વિક્સીત ગુજરાતની દશા એટલી તો દયનીય છે કે એક પરીક્ષા આપણે પારદર્શી રીતે લઇ શકતા નથી. વર્ષો માત્ર બદલાય છે પણ સમસ્ચા તો હજુ એની એજ છે ને, 2014નું વર્ષ યાદ કરો, ચીફ ઓફીસરનું પેપર લીક થયું, 2015નું વર્ષ આવ્યું તલાટીની પરીક્ષાનું પેપર લીક થયું, 2018 માં મુખ્ય સેવિકાની પરીક્ષાનું પેપર લીક થયું, 2018માં જ નાયબ ચિટનીસની પરીક્ષાનું પેપર લીક, 2018માં લોકરક્ષક દળનું પેપર લીક, 2019માં બિન સચિવાલય ક્લાર્કનું પેપર લીક, 2021માં હેડ ક્લાર્કનું પેપર લીક થયું... અને આજે 2022માં ફરી ચર્ચા કરવી પડે છે વનરક્ષકની પરીક્ષાની ગેરરીતિની.. વર્ષ બદલાય, સરકારના મંત્રીઓના ચહેરા પણ બદલાય પણ નથી બદલાતી આ સડી ગયેલી સીસ્ટમ જે આપણા આશાસ્પદ નોકરી ઇચ્છતા, રાત દિવસ મહેનત કરતા અને સપના જોતા, પરીક્ષાની તનતોડ મહેનત કરતા યુવાનોના ભાવિ સાથે ચેડા કરે છે. આંખોમાં સપના લઇને આજે પણ હજારો યુવાનો પરીક્ષા આપવા ગયા હતા અને આજે પરીક્ષા પૂરી થતા થતા તો હતાશા સાથે પાછા ફર્યા હશે.
ઉનાવાની મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલ સેન્ટર પર પેપર ફૂટ્યું
ગુજરાતમાં પરિક્ષા લેવાય તે પહેલા જ પેપરો ફૂટી જવાની ઘટના સામન્ય બની ગઇ હોય તેમ અવારનવાર પેપરો ફૂટી રહ્યા છે. આજે રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઊંઝાના ઉનાવા ગામે આવેલ મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પેપરકાંડમાં રાજુ ચૌધરી નામનો શિક્ષક શંકાના દાયરામાં
પરીક્ષામાં ગેરરીતિ મામલે મહેસાણા પોલીસે રાજુ ચૌધરી નામના યુવકની અટકાયત કરી છે. હાલ તેને વધુ પૂછપરછ માટે ઉનાવા પોલીસ સ્ટેશને લઈ જવાયો છે. રાજુ ચૌધરી ખાનગી પ્રાઇમરી શાળાનો શિક્ષક છે, તેણે લેટરપેડ પર જવાબો લખ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ગેરરીતિ કેસમાં તાબડતોબના ધોરણે સરકાર અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અટકાયત કરેલ રાજુ ચૌધરીની સઘન પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી શકે છે.
શાળાના પ્યૂન ઘનશ્યામ ભેમજીભાઈએ લેટરપેડ સળગાવ્યું
વનરક્ષક પરીક્ષાના પેપર ફૂટ્યું એ એક લેટરપેડમાં લખાયેલું મળી આવ્યું હતું પણ મળતી માહિતી અનુસાર ઉનાવાના પેપરકાંડમાં નવો ખુલાસો થયો છે કે જે લેટર પેડમાં જવાબો મળ્યાએ સળગાવી દેવામાં આવ્યું છે. શાળાના જ પ્યૂનએ લેટરપેડને સળગાવી દીધું છે. હાલમાં પોલીસે સળગાવ્યાના સ્થળની રાખ લીધી છે. પિયૂન ઘનશ્યામ ભેમજીભાઈ કોના કહેવાથી લેટરપેડ સળગાવી દીધું અને કેમ સળગાવ્યું તેની તપાસ માટે શિક્ષક સાથે પિયૂનની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
'હાઈસ્કુલના સ્ટાફની સંડોવણી હશે તો કાર્યવાહી થશે'
ઉમેદવારે પરીક્ષાના સવાલોના જવાબો સાથેની એક કાપલી બહાર કાઢી હતી. આ ઘટના અંગે વર્ગ નિરીક્ષકને જણાવતા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ પરીક્ષામાં હાજર ઉમેદવારોએ ઉગ્ર વિરોધ નોંધાવતા સમગ્ર માહિતી સામે આવી હતી. તો શ્રી ઉનાવા નાગરિક મંડળના પ્રમુખનું નિવેદન થયું છે. 10 વર્ષ જુના લેટરપેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. CCTVમાં જેની પણ ભૂમિકા સામે આવશે તેની વિરૂદ્ધ ફરિયાદ કરીશું. તેમજ પરીક્ષા સમયે મંડળના લોકો હાજર રહેતા નથી. તેમજ હાઈસ્કુલના સ્ટાફની સંડોવણી હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.