બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકા સામે સીરિઝ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા લાલચોળ, ભૂલો સ્વીકારતાં જુઓ શું કહ્યું?

IND vs SL / શ્રીલંકા સામે સીરિઝ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા લાલચોળ, ભૂલો સ્વીકારતાં જુઓ શું કહ્યું?

Last Updated: 10:48 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ પર ટી20 શ્રેણી જીતવામાં સફળ રહી હતી પરંતુ વનડે શ્રેણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ પર ટી20 શ્રેણી જીતવામાં સફળ રહી હતી પરંતુ વનડે શ્રેણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું હતું. આ સાથે શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારત સામેની વનડે સીરીઝ પર કબજો કર્યો છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા નિરાશ જોવા મળ્યો હતો.

શ્રીલંકાની ક્રિકેટ ટીમે બુધવારે ત્રીજી વનડેમાં ભારતને 110 રને હરાવ્યું હતું. આ સાથે શ્રીલંકાએ આ શ્રેણી 2-0થી જીતી લીધી છે. શ્રીલંકાની ટીમ 27 વર્ષ બાદ ભારત સામે વનડે શ્રેણી જીતવામાં સફળ રહી છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા નિરાશ જોવા મળ્યો અને તેણે પોતાની ટીમની ભૂલો સ્વીકારી.

શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી. આ પછી શ્રીલંકાએ છેલ્લી બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી હતી. 1997 બાદ પ્રથમ વખત શ્રીલંકાએ ભારત સામે વનડે શ્રેણી જીતી છે. એટલે કે 27 વર્ષ બાદ શ્રીલંકાએ ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું છે.

india-cricket

ચિંતાનો વિષય નથી

આ સિરીઝમાં ભારતીય ટીમના બેટ્સમેનો સ્પિન સામે પરેશાન દેખાતા હતા. મેચ બાદ જ્યારે રોહિતને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, "મને નથી લાગતું કે આ ચિંતાનો વિષય છે, પરંતુ તે એવી બાબત છે જેને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. અમારો નિજી ગેમપ્લાન, આ શ્રેણીમાં અમને ચોક્કસપણે દબાણ હેઠળ રાખ્યું છે."

Website_Ad_1_1200_1200.width-800

વધું વાંચોઃ ટીમ ભારતની લંકા લૂટી! 110 રને હરાવી શ્રીલંકાએ વન ડે સીરિઝ પર કર્યો કબજો

તે મજાક નથી

જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું કે શું ટી20 વર્લ્ડ કપ-2024ની જીત બાદ ટીમ ઈન્ડિયા થોડી બેદરકાર થઈ ગઈ? આના પર રોહિતે કહ્યું, "ના, આ મજાક છે. જ્યારે તમે ભારત માટે રમો છો ત્યારે બેદરકાર રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. અમારે તેનો શ્રેય આપવો પડશે જ્યાં બને છે. શ્રીલંકાની ટીમ અમારા કરતા સારી રમી છે. અમે પરિસ્થિતિઓ જોઈ , અમે ઝડપને ઓછી કરવા માગતા હતા. "એકંદરે અમે સારું ક્રિકેટ રમ્યા નથી અને તેથી જ અમે અહીં ઊભા છીએ."

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ સાત વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 26.1 ઓવરમાં માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને મેચ હારી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma IND vs SL CRICKET
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ