બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:37 PM, 6 June 2021
ADVERTISEMENT
બ્લૂમર્ગના રિપોર્ટ પ્રમાણે, સરકાર LICના IPO સંબંધિત આ મહિને ઇન્વેસ્ટમેન્ટ બેંકો પાસેથી પ્રપોઝલ માગી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક અઠવાડિયામાં સરકાર દ્વારા ઇન્વીટેશન મોકલવામાં આવી શકે છે. જાણકારી પ્રમાણે, માર્ચ 2022 સુધીમાં આ મામલે નિર્ણય લેવાઈ શકે છે.
ADVERTISEMENT
રિલાયન્સના માર્કેટ કેપ કરતા વધી જશે LICની માર્કેટ કેપ
જેફરીફ ઈન્ડિયાના પ્રખર શર્માના જણાવ્યા પ્રમાણે, LICનો IPO આવ્યા બાદ કંપનીનું વેલ્યૂએશન 19થી 20 લાખ કરોડ રૂપિયા સુધીનું આંકવામાં આવી શકે છે. વર્તમાન સમયમાં રિલાયન્સનું માર્કેટ 14 લાખ કરોડ છે અને માર્કેટ કેપના હિસાબથી તે દેશની સૌથી મોટી કંપની છે, તો LICની ટોટલ એસેટ્સ 439 બિલિયન ડોલરથી વધુ છે અને લાઈફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં કંપનીનો માર્કેટ શેર આશરે 70 ટકા જેટલો છે.
8 કંપનીઓમાં વેચાયો પોતાનો હિસ્સો
LIC પોતાના આઇપીઓ લાવવાથી કેટલાક આર્થિક નિર્ણયો લઈ રહી છે. LICએ માર્ચ ક્વાર્ટરમાં 8 કંપનીઓમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે. LICએ દેશનો સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર છે. જાહેર વેપારી કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં તેનો હિસ્સો ઘટીને માત્ર 3.66 ટકા રહી છે, જે અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે. આ માહિતી પ્રાઇમ ડેટાબેસ દ્વારા આપવામાં આવી છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નિફ્ટીમાં 5 ટકાનો વધારો થયો છે, જેના કારણે એલઆઈસીએ મોટો નફો બુક કર્યો છે.
આ કંપનીઓ સાથે સંબંધ તોડ્યો
- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાથી 4.20 ટકાથી ભાગીદારી ઘટાડીને શૂન્ય કરી
- હિંદુસ્તાન મોટર 3.56 ટકાની ભાગીદીરી ખતમ કરી હતી
- યુનિયન બેંકમાં 3.22 ટકાની ભાગીદારી વેચીને પૂર્ણ કરી
- મોર્પન લેબમાં 1.94 ટકાનો હિસ્સો વેચીને ભાગીદારી ખતમ કરી
-IPSCમાં 1.66 ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચીને શૂન્ય કર્યો.
- ડાલમિયા ભારતી સુરગમાં 1.50 ટકાનો હિસ્સો ઘટાડીને શૂન્ય કરવા પર પહોંચી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT