પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત 

By : vishal 10:50 PM, 12 September 2018 | Updated : 10:50 PM, 12 September 2018
અમદાવાદના ઠક્કરબાપાનગર પાસે પતિએ પત્ની હત્યા કરીને પતિ ગળે ફાંસો ખાઇને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઘર કંકાસના કારણે પતિ-પત્નીના ઝઘડાના કારણે આ ઘટના બની હોવાનુ તપાસમા ખુલ્યુ. ત્યારે પતિ-પત્ની ના મોતથી 11 વર્ષના માસુમ બાળક અનાથ બની ગયો છે.

ઠક્કરબાપાનગર પાસે આવલે લક્ષ્મીનગર ઘર નંબર-25માં રહેતા પ્રેમચંદ પટેલ અને પત્ની અર્ચના અને તેમના 11 વર્ષના પુત્ર સાથે છેલ્લા 12 વર્ષથી રહે છે, પતિ-પત્ની બંન્ને રત્ન કલાકાર છે, ગત્ત મોડી રાતે પતિ-પત્ની વચ્ચે અગમ્ય કારણોસર ટકરાર થતા પતિ પ્રેમચંદએ પત્ની અર્ચનાને શરીદીની અંસખ્ય ગોળીઓ ખવડાવી ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યાર બાદ પતિ પ્રેમચંદ ગળેંફાંસો ખાઇને આપઘાત કર્યો.

મૃત્ક પ્રેમચંદ હિન્દીમાં એક પાનાની સુસાઇટ નોટમાં લખ્યુ છે કે મે પત્નીને મારી નાખી છે અને 11 વર્ષિય પુત્ર આલોકને ઉલ્લેખિને લખ્યુ છે કે, ભણીને આગળ વધજે અને તારી પત્ની જોડે કોઇ દિવસ કામ ન કરાવતો, આ સુસાઇટથી પોલીસને પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલુ ભર્યુ હોવાનુ અનુમાન લગાવી રહ્યા છે. પત્ની અર્ચના થોડા દિવસ પહેલા ભાઇને ફોન કરીને ઘરમાં ચાલી રહેલા ઝઘડાની જાણ કરી હતી.

પત્ની હત્યા કરીને પતિ પ્રેમચંદ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જે વહેલી સવારથી 11 વર્ષિય પુત્ર આલોખ પિતાને પંખેથી લટકતા જોઇને હેપતાઇ ગયો હતો, પિતા અને માતાને લોહિ લૂહાળમાં જોઇને બુમાબુમ કરી હતી જેથી પાડોશી દોડી આવ્યા હતા.

જોકે આ દ્રર્શય પુત્ર જોતા ડરી ગયો છે. પોલીસ ઘટના સ્થળે પહોચતા તપાસ કરી હતી જ્યાં સુસાઇટ નોટ મળી આવી હતી તેમાં હત્યા અને આપઘાત કરી હોવાનુ સામે આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ એક મહિના પહેલા જ મૃત્ક પ્રેમચંદના પિતા મૃત્યુ નિપજ્યુ હતુ.

પિતાએ આ પગલુ ભરતા એકનો એક દિકરાનુ હવે કોઇ સહારો નથી. ત્યારે મૃત્કના પરિવારજનો કહેવુ છે કે પુત્ર આલોક ધોરણ-6 ભણે છે ખુબ જ હોશિયાર છે. પતિ-પત્ની કોઇ દિવસ ઝઘડો થતો ન હતો. જોકે પોલીસ તપાસમાં આર્થિક પરિસ્થિતિ સારી હોવાનુ સામે આવ્યુ છે, પરંતુ ઘરેલુ કંકાસથી કંટાળીને પગલુ ભર્યુ લાગી રહ્યુ છે. હાલ કૃષ્ણનગર પોલીસે પતિ પ્રેમચંદ વિરુદ્ધ હત્યાનો ગુનો અને પત્ની અર્ચના અકસ્માત ગુનો નોધીને બંન્ને લાશ પેનલ ડોક્ટરથી પીએમ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story