બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / after kartik aaryan bhool bhulaiyaa 2 success bhushan kumar confirms bhool bhulaiyaa 3
Last Updated: 12:39 PM, 31 May 2022
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' છેલ્લા ઘણા દિવસોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. દરમિયાન હવે ભૂલ ભુલૈયાની સિક્વલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
મેકર્સ ભૂલ ભુલૈયા 3 લાવવાના મુડમાં
ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'એ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. આ જ કારણ છે કે લોકો હવે આ ફિલ્મની સિક્વલ 3 એટલે કે 'ભૂલ ભુલૈયા 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન હવે દર્શકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતે મેકર્સ ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સિક્વલ લાવવાના મૂડમાં છે.
'ભૂલ ભૂલૈયા 3' પર ટૂંક સમયમાં શરૂ થશે કામ
આ મામલે ખુદ ભૂષણ કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતાં 'ભૂલ ભૂલૈયા 2'ના નિર્માતા ભૂષણ કુમારે કહ્યું કે તેમની ટીમ ટૂંક સમયમાં 'ભૂલ ભૂલૈયા' સિરીઝની ત્રીજી ફિલ્મ પર કામ શરૂ કરશે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે ભૂલ ભુલૈયા સિરીઝની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે. અમે આ સીરીઝને આગળ વધારવાના મૂડમાં છીએ.
ભૂષણ કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ સિરીઝની ત્રીજી ફિલ્મનો પુરો સ્કોપ છે અને અમારી ટીમ ટૂંક સમયમાં ભૂલ ભૂલૈયા 3 ની ડિટેલ્સ શેર કરશે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 કમાણીના મામલામાં ઘણી ફિલ્મોને માત આપી ચુકી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ છે. કાર્તિક આર્યન પણ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.