બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં ભડકો! જવાહર ચાવડાના નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓ મેદાને
Last Updated: 10:33 PM, 22 June 2024
જવાહર ચાવડાનાં નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પ્રતિક્રિયા આપી હતી. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જવાહરભાઈ ભાજપમાં ગુંગળામણ અનુભવતા હતા. ભાજપમાં જવા માંગતા કોંગ્રેસનાં નેતાઓને પણ આપ્યા જવાબ. તેજ કોંગ્રેસમાં આવશે તો તેમને આવકારવા તૈયાર છીએ.
ADVERTISEMENT
કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા તેમને ન મળી ટિકિટ
ADVERTISEMENT
જવાહર ચાવડા મુદ્દે હીરાભાઈ જોટવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નીડર અને કદાવર નેતાને ભાજપ પુરા કરવા માંગે છે. કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા તેમને ન મળી ટિકિટ. ભાજપના નેતાને વિચાર કરવાનો સમય પાકી ગયો છે. કોંગ્રેસમાં ઘરવાપસી કરતા હોય તો મને કોઈ વાંધો નથી.
વધુ વાંચોઃ જવાહર ચાવડાના જવાબનો સીધો અર્થ શું સમજવાનો? નેતાનો આત્મા ઘવાય, જનતાના આત્માનું શું?
ભાજપ લેવા નથી જતો, તમે કંટાળીને આવો છો
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર ગીરીશ કોટેચાએ આ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લોકસભા-વિધાનસભા ચૂંટણીથી વિવાદ થયો છે. કમળનું નિશાન હટાવતો વીડિયો મેં જોયો છે. ભાજપ લેવા નથી જતો, તમે કંટાળીને આવો છો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.