After Harsh Sanghvi's high meeting, Home Department raids in jails across the state, Jalsa parties in jails on the radar
કાર્યવાહી /
BIG BREKING: હર્ષ સંઘવીની ઉચ્ચ બેઠક બાદ રાજ્યભરની જેલમાં ગૃહ વિભાગના દરોડા, જેલમાં થતી જલસા પાર્ટીઓ રડારમાં?
Team VTV10:05 PM, 24 Mar 23
| Updated: 11:50 PM, 24 Mar 23
ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠક મળી હતી. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સહિત મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી
રાજકોટ પોલીસના મોટા દરોડાની ચર્ચા
રાજકોટ,જૂનાગઢ,મહેસાણા,વડોદરાની જેલમાં દરોડા
પોરબંદર અને જામનગરની જેલોમાં દરોડા
ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બેઠક બાદ એકાએક રાજ્યની તમામ જેલમાં સાગમટે દરોડા પડ્યા હતા.
રાજકોટ પોલીસમાં મોટા દરોડાની હાલ ચર્ચા ચાલી રહી છે. ઉચ્ચ અધિકારીઓના મોબાઈલ પણ લઈ લેવાયાની હાલ ચર્ચા ચાલી રહી છે. રાજકોટ પોલીસ મોટું ઓપરેશન હાથ ધરે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, વડોદરા તેમજ પોરબંદર અને જામનગરની જેલોમાં પણ દરોડા પડ્યા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીની ત્રિનેત્ર રૂમ માંથી રાખી રહ્યા છે ચાંપતી નજર
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર પોલીસ ભવન ખાતે મળેલ બેઠક મળી હતી. ત્યારે બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, DG સહિતનાં ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજકોટ, જામનગર, મહેસાણા, વડોદરા, સાબરમતી, પાલનપુર સહિતની જેલોમાં દરોડા પડ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2023
નવાઈની વાત તો એ છે કે રેડ કરવા ગયેલ તમામ અધિકારીઓ બોર્ડી વોર્ન કેમેરા લગાવેલા છે. ગૃહમંત્રી હર્ષ સંધવી ત્રિનેત્ર રૂમમાંથી સતત જેલોમાં ચાલી રહેલી કામગીરી પર નજર રાખી રહ્યા છે. રાજ્યની તમામ જેલોમાં તપાસનો ધમધમાટ શરૂ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેલમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે.