બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / After Gochar Surya and Rahu will form the most inauspicious yoga, The difficulties of these five zodiac signs will increase

ષડાષ્ટક યોગ / ગોચર પછી સૂર્ય અને રાહુ બનાવશે સૌથી અશુભ યોગ, આ પાંચ રાશિઓની વધશે મુશ્કેલીઓ

Megha

Last Updated: 07:43 AM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે એ સમયે મેષ રાશિમાં રહેલ રાહુ સાથે ષડાષ્ટક યોગ બનાવશે.ચાલો જાણીએ કે ષડાષ્ટક યોગ કેવી રીતે બનશે અને કઈ રાશિ પર ખરાબ અસર પાડશે..

  • શનિવારના રોજ સૂર્ય સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે
  • એ સમયે મેષ રાશિમાં રહેલ રાહુ સાથે ષડાષ્ટક યોગ બનાવશે
  • ક્યારે બને છે ષડાષ્ટક યોગ

ગ્રહોનો રાજા સૂર્ય 17 સપ્ટેમ્બર શનિવારના રોજ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને 17 ઓક્ટોબર સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. જ્યારે સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે એ સમયે મેષ રાશિમાં રહેલ રાહુ સાથે ષડાષ્ટક યોગ બનાવશે. જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ ગણવામાં આવે છે. આ યોગ જીવનમાં ભયંકર સંકટ લાવી શકે છે. ચાલો જાણીએ કે ષડાષ્ટક યોગ કેવી રીતે બનશે અને કઈ રાશિ પર ખરાબ અસર પાડશે.. 

ક્યારે બને છે ષડાષ્ટક યોગ
ષડાષ્ટકને ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. જ્યારે પણ કુંડળીમાં બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. આ યોગમાં છઠ્ઠા અને આઠમા ઘરના ગ્રહો વચ્ચે સંબંધ બને છે. જેના કારણે લોકોને દુ:ખ, રોગ,ચિંતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. આ વખતે સૂર્ય-રાહુ દ્વારા બનેલો ષડાષ્ટક યોગ પાંચ રાશિના લોકો પર અસર કરશે. 

આ પાંચ રાશિના લોકો પર કરશે
વૃષભ -
વૃષભ રાશિના લોકો માટે ષડાષ્ટક યોગ ઘણો કષ્ટદાયક સાબિત થઈ શકે છે. કોઈ મોટો નિર્ણય લેવામાં આ રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. માનસિક તણાવની સમસ્યા વધી શકે છે.

મિથુન - આ ષડાષ્ટક યોગના કારણે મિથુન રાશિના લોકોમાં સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે. 

સિંહ - ષડાષ્ટક યોગ સમયે આ રાશિના લોકોની નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરી શકે છે. વાણીની ખામીને કારણે નાણાકીય કારકિર્દીના મોરચે નુકસાન થઈ શકે છે. 

મકરઃ- ષડાષ્ટક યોગને કારણે આ રાશિના લોકોના ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધો બગડી શકે છે. સાથે જ પરિવારની પરિસ્થિતિ જાણ્યા વિના કોઈ પણ બાબત પર અભિપ્રાય ન આપો.

કુંભ - ષડાષ્ટક યોગ પર તમારા વધતા ખર્ચ તણાવ અને ચિંતાનું કારણ બની રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

surya gochar zodiac sign ગોચર ષડાષ્ટક યોગ zodiac signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ