નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે આવેલ આઈસ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજ થયો હતો. ત્યારે પ્લાન્ટ રીપેર કરી ફરી શરૂ કરાતા ફરીથી લીકેજ થવા પામ્યું હતું.
ગણદેવી તાલુકાના બીલીમોરાની ઘટના
બીલીમોરામાં આવેલી આઈસ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજ થયો
રીપેર કરીને ફરી પ્લાન્ટ શરૂ કારાતા ત્યાં જ ફરીથી લિકેજ
નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે આવેલ આઈસ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજ થયો હતો. ત્યારે પ્લાન્ટ રીપેર કરી ફરી શરૂ કરાતા ફરીથી લીકેજ થવા પામ્યું હતું. આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા 40 થી વધુ લોકોને અસર થઈ હતી. અમોનિયા ગેસ લીકેજ થતા લોકોને બળતરા સહિત શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સારવાર શરૂ કરી હતી. આ અંગેની જાણ બિલીમોરા ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ગેસ લીકેજ થતા લોકોમાં દોડા દોડ
રહેણાંક વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના બની
રહેણાંક વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના સર્જાતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા વહીવટી તંત્ર દોડતું થવા પામ્યું હતું. બનાવની ગંભીરતા જોતા 40 જેટલા રહેણાંક વિસ્તારો ખાલી કરવામાં આવ્યા હતા. ગેસ લીકેજની ઘટનાને પગલે બીલીમોરા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું હતું. રહેણાંક વિસ્તારમાં ફેક્ટી ચાલતી હોઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફેક્ટરી સીલ કરવાના આદેશ આપ્યા હતા.
આઈસ ફેક્ટરીમાંથી ગયો ગેસ લીકેજ
શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર અર્થે ખસેડાયા
ગેસ લીકેજના કારણે 40 થી વધુ લોકોને અસર થતા તાત્કાલીક તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. જેમાં બે વૃદ્ધોને શ્વાસ લેવામાં વધુ તકલીફ લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.